News Continuous Bureau | Mumbai
Siddharth Aditi Rao Hydari Wedding :બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોથી લગ્નની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં જ તાપસી પન્નુએ ગુપ્ત રીતે લગ્ન કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તે સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

આ વર્ષે, અભિનેત્રીએ ગુપ્ત રીતે સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા, ત્યારબાદ સતત એવી અટકળો હતી કે કપલે ગુપ્ત લગ્ન પણ કર્યા છે. આવી સ્થિતિમાં હવે અદિતિએ તેને ઓફિશિયલ કરી દીધું છે. તેણે સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા છે અને તેની પ્રથમ તસવીરો પણ શેર કરી છે.

Siddharth Aditi Rao Hydari Wedding :કપલ વચ્ચે અદભૂત બોન્ડિંગ અને કેમિસ્ટ્રી
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ 400 વર્ષ જૂના વાનપર્થી મંદિરના સાત ફેરા લીધા છે અને આ દંપતીએ પરંપરાગત દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા. ફેન્સ અને સેલેબ્સે અદિતિ અને સિદ્ધાર્થને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. કપલ વચ્ચે બોન્ડિંગ અને કેમિસ્ટ્રી અદભૂત લાગે છે.

તેઓએ મંદિરમાં પરંપરાગત રીત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંને તસવીરોમાં રોમેન્ટિક જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે પોતાનો અને સિદ્ધાર્થના કેટલાક લગ્નના ફોટો શેર કરતી વખતે કહ્યું તુમ મેરે સુજ હો, ચાંદ હો, તુમ્હી મેરે સિતારો હો..

Siddharth Aditi Rao Hydari Wedding :સિમ્પલ લુકમાં જોવા મળ્યું કપલ
લગ્નની તસ્વીરોમાં બંન્ને સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ એ ગોલ્ડન કલરની સિમ્પલ સાડી પહેરી છે. સાથે નાકમાં નથ અને વાળમાં ગજરો નાંખ્યો છે. દુલ્હન સુંદર લાગી રહી છે. તો સિદ્ધાર્થ પણ સફેદ રંગની ધોતી અને કુર્તામાં જોવા મળી રહ્યો છે.

Siddharth Aditi Rao Hydari Wedding :અદિતિ અને સિદ્ધાર્થના આ બીજા લગ્ન
અદિતિ અને સિદ્ધાર્થના આ બીજા લગ્ન છે. અભિનેત્રીના પહેલા લગ્ન સત્યદીપ મિશ્રા સાથે થયા હતા. તેમના લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા. સિદ્ધાર્થનું તેની પહેલી પત્ની સાથેનું લગ્નજીવન પણ લાંબું ટકી શક્યું નહીં.

તેમના પ્રથમ લગ્ન તૂટ્યા પછી, અદિતિ-સિદ્ધાર્થને એકબીજામાં સાચો જીવનસાથી મળ્યો છે. જણાવી દઈએ કે, અદિતિ રાજવી પરિવારમાંથી આવે છે. તેમનો જન્મ હૈદરાબાદના રાજવી પરિવારમાં થયો છે.
