Site icon

હૃતિક રોશન ‘કાચિંડા’ ની જેમ રંગ બદલે છે! ‘ફાઇટર’ સ્ટાર વિશે સિદ્ધાર્થ આનંદે કહી મોટી વાત

'બેંગ બેંગ', 'વોર' અને હવે ‘ફાઈટર’ સિદ્ધાર્થ આનંદ ત્રીજી વખત હૃતિક રોશન સાથે ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે. નિર્દેશક-અભિનેતાની જોડી બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી છે. આવી સ્થિતિમાં સિદ્ધાર્થે હૃતિક રોશન સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે જણાવ્યું.

siddharth anand pathaan director claim hrithik roshan chameleon as he discuss role in action movie

હૃતિક રોશન 'કાચિંડા’ ની જેમ રંગ બદલે છે! 'ફાઇટર' સ્ટાર વિશે સિદ્ધાર્થ આનંદે કહી મોટી વાત

News Continuous Bureau | Mumbai

 ‘પઠાણ’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. નિર્દેશક દર્શકો માટે એક પછી એક એક્શન ફિલ્મો લાવવાની તૈયારી કરી રહ્યા છે. સિદ્ધાર્થ દ્વારા નિર્દેશિત થનારી આગામી ફિલ્મ રિતિક રોશનની ‘ફાઇટર’ હશે. સિદ્ધાર્થ આનંદ અને હૃતિક ની ઓન-સ્ક્રીન જોડીને દર્શકોએ હંમેશા પસંદ કરી છે. આવી સ્થિતિમાં તાજેતરમાં સિદ્ધાર્થે હૃતિક  સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી છે.

Join Our WhatsApp Community

 

સિદ્ધાર્થ આનંદે હૃતિક  ને બતાવ્યો ગિરગિટ 

હૃતિક ફિલ્મ ‘વોર’માં એજન્ટ કબીર તરીકે જોવા મળ્યો હતો, હવે ‘ફાઇટર’માં એક્ટર પૅટીનું પાત્ર ભજવી રહ્યો છે. આ બંને ફિલ્મોમાં હૃતિક એકદમ અલગ-અલગ રોલમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે સિદ્ધાર્થ આનંદ સાથે એક ઇન્ટરવ્યુમાં રિતિક રોશનના પાત્રો વિશે વાત કરવામાં આવી, ત્યારે ડિરેક્ટરે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે હૃતિક રોશન કેવો અભિનેતા છે.એક મીડિયા સંસ્થા સાથેની વાતચીતમાં સિદ્ધાર્થ આનંદે કહ્યું, ‘હૃતિક  સાથેની આ મારી ત્રીજી ફિલ્મ છે અને સ્ક્રીન પર તેના દરેક પાત્રો ખૂબ જ અલગ છે. રાજવીર અને કબીર બે અલગ-અલગ લોકો છે અને તેમના વ્યક્તિત્વ એકબીજાથી વિરુદ્ધ છે. બીજી તરફ, પૅટી વિશે વાત કરીએ તો, તેણે તેને ખૂબ જ સારી રીતે અપનાવી લીધો છે. એવું કહેવું ખોટું નહીં હોય કે હૃતિક રોશન ગિરગિટ એટલે કે કાચિંડા  જેવો છે. હૃતિક માત્ર એડોપ્ત કરે છે અને તે એક વર્ષ માટે તે જ પાત્રમાં રહે છે. આમ કરવાથી, તે તેના માટે એક વાસ્તવિકતા લાવે છે, જે પછી સમગ્ર ફ્રેન્ચાઇઝી દરમિયાન તેની સાથે રહી શકે છે. મતલબ સ્પષ્ટ છે કે તે માત્ર થોડીક ક્ષણો માટે નહીં , પરંતુ તે વ્યક્તિ બની જાય છે.

 

ફાઈટર માં હૃતિક ના પાત્ર ને લઇ સિદ્ધાર્થ આનંદે કહી આવી વાત 

‘ફાઇટર’માં હૃતિક ના પાત્ર વિશે વાત કરતાં, સિદ્ધાર્થ આનંદે કહ્યું, ‘પૅટી એક પાત્ર છે જેના પર અમે ખરેખર સખત મહેનત કરી છે જેથી તે દરેક પગલે કબીર અને રાજવીર થી અલગ છે. તેથી હૃતિક ને તેમાં સામેલ થતો જોવો રોમાંચક હતો. તે ઘણી મહેનત કરે છે અને દિગ્દર્શકનું સ્વપ્ન છે કે એક એવો અભિનેતા હોય જે આટલા લાંબા સમય સુધી તે ફિલ્મ માટે પોતાને સમર્પિત કરી શકે. તેની સાથે કામ કરવાનો આનંદ છે.તમને જણાવી દઈએ કે, દીપિકા ‘ફાઈટર’માં પણ આઈએએફ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું સમગ્ર દેશમાં મોટાપાયે શૂટિંગ થઈ રહ્યું છે. સિદ્ધાર્થે એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે અત્યારે ‘વોર 2’ માટે કોઈ સ્ક્રિપ્ટ નથી

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version