Site icon

સિદ્ધાર્થ કિયારા વેડિંગ: આજે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારા બંધાશે લગ્ન ના બંધન માં , આવી રીતે ઉજવવામાં આવી હતી સંગીત સેરેમની

સોમવારે રાત્રે સૂર્યગઢ કિલ્લો ગુલાબી પ્રકાશમાં ઝગમગતો જોવા મળ્યો હતો. સંગીત સમારોહમાં, કિયારા ના ભાઈ મિસાલે તેની બહેન માટે કોરિયોગ્રાફ કરેલું અને લખેલું ગીત ગાયું હતું.

sidharth kiara wedding couple to get married today,This is how the music ceremony was celebrated

સિદ્ધાર્થ કિયારા વેડિંગ: આજે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારા બંધાશે લગ્ન ના બંધન માં , આવી રીતે ઉજવવામાં આવી હતી સંગીત સેરેમની

News Continuous Bureau | Mumbai

 સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે લગ્નના બંધનમાં બંધાશે. આ કપલ જેસલમેરના સૂર્યગઢ કિલ્લા માં લગ્ન કરી રહ્યા છે. સ્થળથી લઈને હોસ્પિટાલિટી સુધી બધું જ ખૂબ જ રોયલ રાખવામાં આવ્યું છે. એરપોર્ટથી લઈને સૂર્યગઢ કિલ્લા સુધી લગ્નની તૈયારી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, સોમવાર સુધી હલ્દી-મહેંદી અને સંગીત જેવા લગ્ન પહેલા ના તમામ ફંક્શન પૂર્ણ થઈ ગયા છે અને આજે મંગળવારે સિદ્ધાર્થ-કિયારા લગ્ન ના બંધનમાં બંધાઈ જશે. લગ્ન રાત્રિના મહેમાનો માટે રાત્રિભોજન માં 10 દેશોની 100 થી વધુ વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.

Join Our WhatsApp Community

 

સિદ્ધાર્થ-કિયારાની સંગીત સેરેમની

સોમવારે રાત્રે સૂર્યગઢ કિલ્લો ગુલાબી પ્રકાશમાં ઝગમગતો જોવા મળ્યો હતો. સંગીત સમારોહમાં, કિયારા અડવાણી ના ભાઈ મિસાલે  તેની બહેન માટે કોરિયોગ્રાફ કરેલું અને લખેલું ગીત રજૂ કર્યું. શાહિદ કપૂર અને કરણ જોહરે ‘ડોલા રે ડોલા’ ગીત પર પરફોર્મ કર્યું હતું. ડીજે ગણેશ ની ધૂન પર કિયારા અને સિદ્ધાર્થે ડાન્સ કર્યો હતો. અહેવાલ છે કે કિયારા અડવાણી ના પરિવારે ‘ગોરી નાલ’ અને ‘રંગ સારી’ ગીતો પર ખાસ પરફોર્મન્સ આપ્યું હતું.

 

સિદ્ધાર્થ ને કેટરીનાએ આપી હતી ફોર્ટમાં લગ્ન ની સલાહ 

અહેવાલો અનુસાર, કેટરીના કૈફે તેના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાને જેસલમેરની એક શાહી હવેલીમાં લગ્ન કરવાનું સૂચન કર્યું હતું. અહેવાલો અનુસાર, તેણીએ તેના નજીકના મિત્ર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના સિક્સ સેન્સ પેલેસમાં લગ્ન કરવાનો અનુભવ શેર કર્યો, જે ખૂબ જ ખાસ હતો. તે જાણીતું છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન 9 ડિસેમ્બર 2021 ના રોજ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ પેલેસમાં થયા હતા.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version