News Continuous Bureau | Mumbai
Sidharth malhotra and kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બી ટાઉન નું ક્યૂટ કપલ છે. બંને એ ઘણા સમય એકબીજા ને ડેટ કર્યા બાદ 7 ફેબ્રુઆરી 2023 માં જેસલમેર ના સૂર્યગઢ પેલેસ માં પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ કપલ નું આ પહેલું ન્યુયર હતું જે તેમને સાથે સેલિબ્રેટ કર્યું હતું. હવે સિદ્ધાર્થ અને કિયારા એ તેમના ન્યુયર વેકેશન ની તસવીર તેમના ચાહકો સાથે શેર કરી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની તસવીર
બી ટાઉન સેલિબ્રિટી ન્યુ યર સેલિબ્રેટ કરવા વિદેશ ગયા હતા. જ્યાંથી ઘણી તસવીરો અને વિડીયો વાયરલ થયા હતા. હવે બી ટાઉન નું ક્યૂટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ ન્યુયર સેલિબ્રેટ કરવા વેકેશન પર ગયા છે. સિદ્ધાર્થ અને કિયારા એ પોતાના સોશિયલ મીડિઅય પર તેમના ન્યુયર વેકેશન ની તસવીરો શેર કરી છે. જેમાં સિદ્ધાર્થ અને કિયારા બરફ થી છવાયેલા પહાડ પર ફઝી જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે તેમને કેપશન માં લખ્યું, ‘કાલા ચશ્મા’.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી. તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે ફિલ્મ ‘મિશન મજનુ’ માં જોવા મળ્યો હતો. 
આ સમાચાર પણ વાંચો : Ibrahim ali khan and Palak tiwari: ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેરના સમાચાર ને મળી હવા,મીડિયા ને જોઈ સૈફ અલી ખાન ના પુત્ર એ કર્યું આ કામ,વિડીયો થયો વાયરલ
 
			         
			         
                                                        