Site icon

શેરશાહ કપલ જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં -જાણો કયા દિવસે અને ક્યાં વાગશે શહનાઈ

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક છે. તેમના લિંકઅપના સમાચારને કારણે ઘણી વાર તેઓ હેડલાઇન્સમાં રહે છે. જયારે ફિલ્મ 'શેર શાહ'ના શૂટિંગમાં નજીક આવેલા આ સ્ટાર્સે લાંબા સમય સુધી મીડિયા અને ફેન્સની નજરથી પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે  થોડા સમય પહેલા 'કોફી વિથ કરણ'માં બંનેએ પોતપોતાના દિલમાં છુપાયેલા સપનાને શેર કર્યા હતા. બંનેના ચાહકો આ સમાચારથી ખૂબ જ ખુશ છે અને તેઓ સિદ્ધાર્થ અને કિયારાને વહેલી તકે લગ્ન કરતા જોવા માંગે છે. જે ચાહકો આ ઈચ્છે છે તેમના માટે અમારી પાસે આવા સારા સમાચાર છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધાર્થ અને કિયારા આવતા વર્ષે એટલે કે 2023માં લગ્ન કરવાના છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આવતા વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીમાં એકબીજા સાથે લગ્ન કરશે. આ સ્ટાર કપલે પરિવારના સભ્યોની હાજરીમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, સિદ્ધાર્થ અને કિયારાના નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'કિયારા અને સિદ્ધાર્થ આવતા વર્ષે લગ્ન કરશે. સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં હોવાથી લગ્ન પણ ત્યાં જ થશે. બંને પહેલા લગ્નની નોંધણી કરશે અને પછી તેઓ કોકટેલ પાર્ટી કરશે. આ પછી કિયારા અને અડવાણીનું ભવ્ય રિસેપ્શન પણ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : અરરર… ફીલ્મ છેલ્લો શો ઓસ્કરમાં રિલીઝ થાય તે પહલેજ તેના બાળ કલાકારનું મૃત્યું. હવે જ્યારે તેનું તેરમું હશે તે દિવસે ફિલ્મ રીલીઝ થશે.

રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 'સિદ્ધાર્થ અને કિયારા એકબીજાથી ખૂબ જ ખુશ છે. બંનેના લગ્ન માટે બોલિવૂડમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવશે નહીં કારણ કે લગ્ન દિલ્હીમાં સિદ્ધાર્થ-કિયારાના પરિવાર અને સંબંધીઓ સાથે થશે. આ પહેલીવાર નથી કે જ્યારે તેમના લગ્નની અફવાઓ હેડલાઇન્સ ના  બની હોય, આ પહેલા પણ ઘણી વખત આવી ખબર ચૂકી છે. હવે જોવાનું એ રહેશે કે બી-ટાઉનમાંથી આવી રહેલા આ સમાચાર કેટલા સાચા હશે. બંનેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જ્યારે કિયારા અડવાણી હાલમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.

Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Exit mobile version