News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા ( sidharth malhotra ) અને કિયારા અડવાણી ( kiara advani ) બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ દિવસોમાં બંનેની જોડી પોતાના સંબંધોને કારણે મીડિયાના સમાચારોમાં છવાયેલી રહે છે. જો કે બંનેએ હજુ સુધી તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, પરંતુ આ દિવસોમાં તેમના લગ્નની ( wedding rumors ) ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
‘શેર શાહ’ના શૂટિંગ દરમિયાન નજીક આવેલા સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. સિદ્ધાર્થ અને કિયારા તેમના લાંબા સમયથી ચાલતા સંબંધોને લગ્નનું નામ આપવા જઈ રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા એ લગ્ન ની અફવા પર તોડ્યું મૌન
તાજેતરમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના લગ્નના સમાચાર પર મૌન તોડ્યું છે. ફિલ્મ ‘મિશન મજનૂ’ના પ્રમોશન દરમિયાન જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો અભિનેતાએ પણ ખૂબ જ ફની જવાબ આપ્યો.હકીકતમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદન્ના તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ ‘મિશન મજનૂ’ના પ્રમોશન માટે રેડિયો પર દેખાયા હતા. ત્યાં, રેડિયો જોકી એ તેને પ્રશ્ન કર્યો કે એક અફવા છે જે તે ક્લિયર કરવા માંગે છે. આ સાંભળીને સિદ્ધાર્થ સ્મિત કરે છે અને પછી કહે છે કે “એટલે જ હું આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યો છું.” સિદ્ધાર્થનું આ નિવેદન સાંભળીને અભિનેત્રી રશ્મિકા મંદાના જોર જોરથી હસવા લાગે છે.
આ સમાચાર પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા લેટ નાઈટ પાર્ટી બાદ આવી હાલતમાં જોવા મળી, લોકોએ કરી આવી કમેન્ટ્સ
અભિનેતા નો જવાબ સાંભળી ફેન્સ થયા કન્ફયુઝ
અભિનેતાનો આવો જવાબ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રાઅને કિયારા અડવાણી ના ચાહકો મૂંઝવણમાં છે કે શું બંને ખરેખર વર્ષ 2023માં લગ્ન કરવા જઈ રહ્યા છે. બીજી તરફ, એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને કિયારા છેલ્લા કેટલાક સમયથી લગ્ન સ્થળની શોધમાં હતા. તેઓએ ધ ઓબેરોય સુખવિલાસ સ્પા એન્ડ રિસોર્ટ્સ, ચંદીગઢનો સંપર્ક કર્યો છે.