News Continuous Bureau | Mumbai
સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી જેવી કોપ વાર્તાઓ પર આધારિત ફિલ્મો બનાવનાર રોહિત શેટ્ટી (Rohit Shetty) હવે તેની આગામી ફિલ્મ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' (Indian police force) સાથે તૈયાર છે. આ નવી ફિલ્મ સાથે રોહિત શેટ્ટી OTTની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યો છે. પહેલા અજય દેવગન, પછી રણવીર સિંહ અને અક્ષય કુમારને યુનિફોર્મમાં પહેરાવ્યા બાદ રોહિતે આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને(Siddharth malhotra) યુનિફોર્મમાં લાવ્યો છે.
શેરશાહમાં (Shershah)આર્મી ઓફિસરની ભૂમિકા ભજવ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા હવે રોહિત શેટ્ટીની ફિલ્મથી ઓટીટી ડેબ્યૂ(OTT debut) કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હી પોલીસના(Delhi police) સ્પેશિયલ સેલના ઓફિસર કબીર મલિકની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગની શરૂઆતની એક ઝલક મેકર્સ દ્વારા એક વીડિયો(video) દ્વારા શેર કરવામાં આવી છે જેમાં હથિયારોનો કાફલો, પોલીસની ગાડીઓ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો લુક જોવા મળી રહ્યો છે. નિર્માતાઓએ આ વિડિયો સાથે ફિલ્મનું ટાઇટલ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મજગતના આ દિગ્ગજ ફિલ્મ ડિરેક્ટરનું 84 વર્ષની ઉંમરે થયું નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ
રોહિત શેટ્ટીની (Rohit Shetty) આ ફિલ્મ થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર આવશે. નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ (Amazon prime)પર રિલીઝ થશે. શૂટિંગ હમણાં જ શરૂ થયું હોવાથી રિલીઝ ડેટની રાહ જોવી પડશે. મેકર્સ તેની રીલિઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરશે. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રાએ(Siddharth malhotra) શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈના અલગ-અલગ લોકેશન પર થશે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા છેલ્લે શેરશાહમાં જોવા મળ્યો હતો. હવે સિદ્ધાર્થ મિશન મજનૂ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સામે ફિલ્મ પુષ્પાની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના 9Rashmika mandanna) હશે. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા કરણ જોહરની ફિલ્મ યોદ્ધામાં પણ જોવા મળશે. આ સિવાય તે રકુલપ્રીત સિંહ અને અજય દેવગનની ફિલ્મ થેંક ગોડમાં કામ કરશે.