Sikh marriage: ફિલ્મોમાં કે સિરિયલ માં હવે થી નહીં જોવા મળે શીખ લગ્ન, આ મોટું કારણ આવ્યું સામે

Sikh marriage: મોહાલીમાં સિરિયલના શૂટિંગ દરમિયાન થયેલા વિવાદ બાદ હવે થી ફિલ્મોમાં કે સિરિયલ માં શીખ લગ્ન નહીં જોવા મળે. આ અંગે એસજીપીસીએ રિપોર્ટ માંગ્યો છે.

by Zalak Parikh
sikh marriages will not seen in movies and serials

News Continuous Bureau | Mumbai

Sikh marriage: મોહાલીમાં સિરિયલના શૂટિંગ દરમિયાન થયેલા વિવાદ બાદ હવે થી ફિલ્મોમાં કે સિરિયલ માં શીખ લગ્ન નહીં જોવા મળે. આ અંગે એસજીપીસીએ રિપોર્ટ માંગ્યો છે.હવે આને રોકવાનો આદેશ અકાલ તખ્ત તરફથી આવી શકે છે.મોહાલીમાં પંજાબી સિરિયલના શૂટિંગ દરમિયાન વિવાદ થયો અને સ્થળ પર પહોંચેલા નિહંગોએ શૂટિંગ અટકાવ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: anant and radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન ને લઈને મુંબઈ ના બીકેસી વિસ્તાર ની લગભગ બધી જ હોટલ થઇ બુક, હવે એક રાત રોકાવા માટે ચૂકવવું પડશે અધધ આટલું ભાડું

શીખ લગ્ન બતાવવા પર લાગી શકે છે રોક 

મોહાલીમાં, એક નકલી ગુરુદ્વારા સાહિબ માં એક શીખ લગ્ન (આનંદ કારજ)નું શૂટિંગ થઈ રહ્યું હતું, જે જોઈને ત્યાં પહોંચેલા નિહંગોએ હોબાળો મચાવ્યો. શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નકલી ગુરુદ્વારા બનાવીને આનંદ કારજનું દ્રશ્ય શૂટ કરનારાઓ સામે અપવિત્રનો ગુનો નોંધવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.સીરિયલનું શૂટિંગ કરી રહેલા પ્રોડક્શન યુનિટે નિહંગો પર તેમની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવતા પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે નિહંગોએ તેના કેમેરા અને અન્ય વસ્તુઓની તોડફોડ કરી અને તેમને માર મારવામાં આવ્યો હતો. 


શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની રઘબીર સિંહે મોહાલીના ઘડુઆનમાં સિરિયલના શૂટિંગ દરમિયાન નકલી ગુરુદ્વારા સાહિબમાં નકલી આનંદ કારજની ઘટનાની નિંદા કરી હતી.અકાલ તખ્તના જથેદાર જ્ઞાની રઘબીર સિંહે પણ આ મામલે SGPC પાસેથી રિપોર્ટ માંગ્યો છે. જે બાદ અકાલ તખ્ત તરફથી આ અંગે આદેશ જારી કરવામાં આવી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More