Site icon

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.

Saiyara Movie Controversy: વર્ષ 2025 ની સૌથી મોટી હિટ ફિલ્મ વિવાદોમાં: અમિત જાધવનો આરોપ- ‘મેકર્સ ક્રેડિટ આપવા તૈયાર નથી’, માનસિક તણાવમાં આત્મહત્યાનો પણ કર્યો હતો પ્રયાસ.

Script Theft Allegations: Singer Amit Jadhav Claims 'Saiyara' Story Stolen from His 2019 Short Film

Script Theft Allegations: Singer Amit Jadhav Claims 'Saiyara' Story Stolen from His 2019 Short Film

News Continuous Bureau | Mumbai

Saiyara Movie Controversy: વર્ષ 2025 ની સૌથી લોકપ્રિય અને રોમેન્ટિક હિટ ફિલ્મ ‘સૈયારા’ અત્યારે એક ગંભીર વિવાદમાં ફસાઈ છે. સિંગર અને એક્ટર અમિત જાધવે દાવો કર્યો છે કે આ ફિલ્મની વાર્તા તેમની વર્ષ 2019 માં આવેલી શોર્ટ ફિલ્મ ‘ખ્વાબો સે’  માંથી ચોરવામાં આવી છે. અમિતના મતે, ફિલ્મની પ્લોટ લાઇન તેમની શોર્ટ ફિલ્મ જેવી જ છે, છતાં તેમને ક્યાંય ક્રેડિટ આપવામાં આવી નથી.અમિત જાધવે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમણે અગાઉ મેકર્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. હવે જ્યારે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે, ત્યારે આ સત્ય સામે લાવવું તેમના માટે જરૂરી બન્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone : ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષના કારણે દીપિકા પાદુકોણનો પેરિસ પ્રવાસ કેન્સલ, ફેશન વીકમાં ગેરહાજર રહેતા સોશિયલ મીડિયા પર ચર્ચા

યશરાજ ફિલ્મ્સસાથેના કોન્ટેક્ટનો દાવો

અમિતે દાવો કર્યો છે કે વર્ષ 2022 માં યશરાજ ફિલ્મ્સના ટેલેન્ટ ડિવિઝન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ત્યારે વાતચીતનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો નહોતો. અમિતે કહ્યું કે, “મેં ગયા વર્ષે પણ આ વિશે વાત કરવાની કોશિશ કરી હતી. મને ડાયરેક્ટ મેસેજ આવ્યો હતો, પણ જ્યારે મેં પ્રોજેક્ટ વિશે પૂછ્યું તો કોઈ જવાબ ન મળ્યો. મેં કોઈ ઓડિશન પણ આપ્યું નહોતું, છતાં તેમનો કોન્ટેક્ટ થવો શંકાસ્પદ હતો.”


અમિત જાધવના જણાવ્યા અનુસાર, જ્યારે ‘સૈયારા’ રિલીઝ થઈ ત્યારે તેના મિત્રોએ તેને ફોન કરીને કહ્યું કે ફિલ્મની વાર્તા તો તારી શોર્ટ ફિલ્મ જેવી જ છે. આ સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. અમિતે કહ્યું કે તેઓ પ્રોડક્શન હાઉસની ઓફિસ પણ ગયા હતા, પરંતુ ત્યાં તેમને મળવા દેવામાં આવ્યા નહોતા. આ ઘટનાને કારણે અમિતની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી હતી અને એક સમયે નિરાશામાં તેમણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ નસીબજોગે તેમના માતા-પિતાએ તેમને બચાવી લીધા હતા.જ્યારે અમિતને પૂછવામાં આવ્યું કે શું તેમણે સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી હતી? ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેમની શોર્ટ ફિલ્મ વર્ષ 2019 થી પબ્લિક ડોમેન (YouTube) પર ઉપલબ્ધ હતી, તેથી તેમને રજીસ્ટ્રેશનની જરૂર લાગી નહોતી. અમિત હવે કોઈ વળતર નહીં પણ માત્ર ક્રેડિટ અને કામની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી આ મામલે ફિલ્મના ડાયરેક્ટર મોહિત સુરી કે યશરાજ ફિલ્મ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Exit mobile version