Site icon

ગાયક કેકે ના શરીર પર જોવા મળ્યા ઈજાના નિશાન-કોલકાતાના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો કેસ-આ લોકોની થઇ શકે છે પુછપરછ

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડના જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કે જેઓ કેકે તરીકે (KK death)જાણીતા છે, તેઓનું 53 વર્ષની વયે કોલકાતામાં હાર્ટ એટેકના (heart attack)કારણે નિધન થયું છે. કોલકાતામાં નઝરુલ મંચ (Kolkata nazrul stage)ખાતે એક કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયો હતો. જે બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

Join Our WhatsApp Community

કેકેના મૃત્યુ બાદ ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે કેકે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેના માથા પર ઈજાના નિશાન (injury marks)હતા. જોકે આ તમામ બાબતો પોસ્ટમોર્ટમ (postmortem) બાદ જ આવરી લેવામાં આવશે. મળતી માહિતી મુજબ, થોડા સમય પછી એસએસકેએમ(SSKM hospital) હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ શરૂ થશે.પ્રખ્યાત ગાયક કેકેના મૃત્યુ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેકેના ચહેરા અને માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસ આયોજકો અને હોટેલ સ્ટાફની(hotel staf) પૂછપરછ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર-પ્રખ્યાત ગાયક કેકે નું હાર્ટ એટેકથી થયું નિધન- PM મોદી અમિત શાહ સહિત આ હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથનું મંગળવારે રાત્રે કોલકાતામાં (kolkata ) અવસાન થયું. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કોલકાતામાં નઝરૂલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેકે લગભગ એક કલાક સુધી ગીત ગાયા પછી તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તેઓ અસ્વસ્થ હતા.અધિકારીઓએ જણાવ્યું કે ગાયકને દક્ષિણ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “કેકેને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે કમનસીબી છે કે અમે તેમની સારવાર કરી શક્યા નહીં . હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે ગાયકનું મૃત્યુ હાર્ટ એટેકથી(heart attack) થયું છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version