Site icon

Deepika padukone Singham again: ફિલ્મ સિંઘમ અગેઇન માં થઇ દીપિકા પાદુકોણ ની એન્ટ્રી કન્ફર્મ, રોહિત શેટ્ટી એ અભિનેત્રી નો ફર્સ્ટ લુક શેર કરી કહી આ વાત

Deepika padukone Singham again: રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ અગેઈન માં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ની એન્ટ્રી ના સમાચાર આવ્યા હતા. હવે આ ફિલ્મ માંથી અભિનેત્રી દીપિકા પાદુકોણ નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જેમાં તે પોલીસ ના યુનિફોર્મ માં જોવા મળી રહી છે.

singham again deepika padukone entry confirm rohit shetty share lady singham first look

singham again deepika padukone entry confirm rohit shetty share lady singham first look

News Continuous Bureau | Mumbai

Deepika padukone Singham again: રોહિત શેટ્ટી તેની કોપ યુનિવર્સ ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. અજય દેવગન સ્ટારર આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ ના નામ સામે આવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ પણ ભૂમિકા ભજવવાની છે. હવે આ સમાચાર ને સમર્થન મળ્યું છે. રોહિત શેટ્ટી એ સિંઘમ અગેઇન માં દીપિકા નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ કેમિયો કરશે.

Join Our WhatsApp Community

 

સિંઘમ અગેઇન માં દીપિકા નો ફર્સ્ટ લુક આવ્યો સામે 

નવરાત્રીના શુભ અવસર પર, રોહિત શેટ્ટીએ ચાહકોને તેની કોપ યુનિવર્સ ની પ્રથમ મહિલા કોપનો પરિચય કરાવ્યો છે. રોહિત શેટ્ટીએ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરીને દીપિકા પાદુકોણ નું કોપ યુનિવર્સ માં સ્વાગત કર્યું છે. સિંઘમ અગેનમાંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક શેર કરતી વખતે, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, ‘સ્ત્રી સીતાનું સ્વરૂપ છે અને દુર્ગાનું પણ… મળો આપણા કોપ યુનિવર્સ ની સૌથી ક્રૂર અને હિંસક અધિકારીને… શક્તિ શેટ્ટી. માય લેડી સિંઘમ… દીપિકા પાદુકોણ.’

‘સિંઘમ અગેન’ની રિલીઝ ડેટ 

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં અજય દેવગન બાજીરાવ સિંઘમના તેના આઇકોનિક રોલ માં જોવા મળશે, જે એક નીડર અને પ્રામાણિક પોલીસ છે. કરીના ફરી સિંઘમની પત્નીના રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ મહત્વના રોલમાં જોવા મળશે. આશા છે કે આ ફિલ્મ આવતા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર સિનેમાઘરોમાં આવશે.

આ  સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version