Site icon

Sky force: જાણો કેમ અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ ની ટિમ ને મનોજ મુન્તાશીરે આપી લીગલ એક્શન ની ધમકી

Sky force: સ્કાય ફોર્સ નું તાજેતર માં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હવે સ્કાય ફોર્સ નું નવું ગીત રિલીઝ થાય તે પહેલા જ વિવાદ માં આવ્યું છે. મનોજ મુન્તાશીરે સ્કાય ફોર્સ ને ટિમ ને લીગલ એક્શન લેવાની ધમકી આપી છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

sky force song writer manoj muntashir super angry film team

sky force song writer manoj muntashir super angry film team

News Continuous Bureau | Mumbai

Sky force: અક્ષય કુમારની આગામી ફિલ્મ સ્કાય ફોર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે.આ ફિલ્મ થી વીર પહાડીયા ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. હવે સ્કાય ફોર્સ નું નવું ગીત રિલીઝ થાય તે પહેલા જ વિવાદ માં આવ્યું છે. બોલિવૂડના ગીતકાર મનોજ મુન્તાશીરે સ્કાય ફોર્સ ટીમ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા ટીમને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: સંધ્યા થિયેટર માં નાસભાગ દરમિયાન ઘાયલ થયેલા બાળક ને મળવા માટે અલ્લુ અર્જુને કરવું પડશે આ નિયમ નું પાલન, પોલીસે આપી અભિનેતા ની નવી નોટિસ

મનોજ મુન્તાશીરે આપી ધમકી 

મનોજ મુન્તાશીરે તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. મનોજ એ આ ગીતનું ટીઝર શેર કરતા લખ્યું – ‘કૃપા કરીને નોંધ લો Jio Studios, Maddock Films, Saregama Global, આ ગીત માત્ર ગાયું અને કમ્પોઝ કર્યું નથી પરંતુ તે એવા વ્યક્તિ દ્વારા પણ લખવામાં આવ્યું છે જેણે પોતાનું બધુ લોહી અને પરસેવો આપ્યો છે. શરૂઆતની ક્રેડિટમાંથી લેખકનું નામ હટાવવું એ નિર્માતાઓ તરફથી હસ્તકલા અને સમુદાયનું અપમાન છે. જો આને તાત્કાલિક ઠીક કરવામાં નહીં આવે, તો મુખ્ય ગીતની સાથે, હું આ ગીતને નકારીશ અને ખાતરી કરીશ કે મારો અવાજ દેશના કાયદા દ્વારા સાંભળવામાં આવે. થોડી શરમ રાખો.’


સ્કાય ફોર્સ ના ગીતમાં બી પ્રાક અને તનિષ્ક બાગચીને શ્રેય આપવામાં આવ્યો છે, પરંતુ મનોજને કોઈ શ્રેય આપવામાં આવ્યો નથી. જોકે, ટીમે કેપ્શનમાં મનોજને ટેગ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version