અમિતાભ બચ્ચન ના કુલી એક્સિડન્ટ પહેલા જ સ્મિતા પાટીલને થઇ ગયો હતો આભાસ -અભિનેત્રી એ મધરાતે બિગ બી ને ફોન કરી કહી હતી આ વાત-જાણો શું હતો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

સ્મિતા પાટીલ (Smita Patil)ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. તે બોલિવૂડનો જાણીતો ચહેરો હતો. બોલીવુડની સાથે અભિનેત્રીએ ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનો અભિનય લોખંડી ગણાતો હતો. અભિનેત્રીએ નાની ઉંમરમાં જ અનેક ટાઈટલ પોતાના નામે કરી લીધા હતા. સ્મિતાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ફિલ્મફેર પુરસ્કાર અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જે એક કલાકાર માટે બહુ મોટું બિરુદ છે. અભિનેત્રીએ પોતાના જમાનામાં ઘણા બોલ્ડ સીન્સ પણ કર્યા હતા. અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને સ્મિતા પાટિલ વિશે એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. જે આજે પણ યાદ છે. કદાચ આગળ પણ યાદ કરવામાં આવશે. સ્મિતા અને અમિતાભ બચ્ચન વચ્ચે મિત્રતા ખૂબ જ ગાઢ હતી.

વાત ૧૯૮૨ની છે  જ્યારે બેંગ્લુરુમાં(Bangluru) ફિલ્મ 'કુલી'નું શૂટિંગ (coolie shooting)ચાલી રહ્યું હતું. અડધી રાત્રે જ્યારે શૂટિંગથી થાકીને અમિતાભ બચ્ચન પોતાના હોટેલ રૂમમાં ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. અચાનક ફોન આવ્યો. અમિતાભે વિચાર્યું કે આખરે આટલી મોડી રાત્રે તેમને કોણ કોલ કરી રહ્યું છે? અમિતાભ બચ્ચને ફોન ઉઠાવ્યો અને બીજી તરફ એક મહિલાનો ડરતા ડરતા અવાજ આવ્યો જેણે કહ્યું અમિતજી? હું મુંબઈથી(Mumbai) સ્મિતા પાટિલ વાત કરી રહી છું… હું માત્ર જાણવા માગુ છું કે તમે કેમ છો? હકીકતમાં, મેં અત્યારે એક ખરાબ સપનુ જાેયું કે તમને ઈજા પહોંચી છે! તમે સ્વસ્થ તો છોને ?' સ્મિતાના આ સવાલથી ચોંકી(shocked) ગયા. હકીકતમાં આ પહેલા સ્મિતા અને અમિતાભ બચ્ચનની એકાદ-બે વખત મુલાકાત થઈ હશે અને બંને એકબીજાને સારી રીતે ઓળખતા પણ નહોતા પરંતુ પોતાના પ્રત્યે સ્મિતાની ચિંતાને જાેતા અમિતાભે તેમનો આભાર માન્યો. તેમણે સ્મિતાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ એકદમ સ્વસ્થ છે. ત્યારે સ્મિતાને શાંતિ થઈ અને કહ્યું- 'ભગવાનની દયા છે કે તમે ઠીક છો…પ્લીઝ, તમારું ધ્યાન રાખજાે!' સ્મિતા સાથે વાતચીત પછી અમિતાભ ફરીથી સૂઈ ગયા. સવાર થઈ તો તેઓ હંમેશાંની જેમ કુલીના સેટ પર અમિતાભ સમય પહેલા પહોંચી ગયા. ૨૬ જુલાઈનો દિવસ હતો. અમિતાભે સેટ પર ઘણા જાેખમકારક એક્શન સ્ટંટ્‌સ (action stunt)કર્યા હતા પરંતુ પુનીત ઈસ્સરની સાથે એક સામાન્ય સ્ટંટ સીન ફિલ્માવતા સમયે તેમણે ગંભીર ઈજા પહોંચી અને તેમનો જીવ જાેખમમાં મૂકાય ગયો હતો. આ રીતે સ્મિતા પાટિલની વાત સાચી થઈ ગઈ જેના માટે તેમણે મોડી રાત્રે બિગ બીને ફોન કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ પુરા કર્યા 14 વર્ષ-શો ના નિર્માતા એ શો વિશે કરી ખુલી ને વાત-સિરિયલ માં આવશે આ બદલાવ

હકીકતમાં સ્ટંટના કારણે અમિતાભનું નાનું આતરડું ફાટી ગયું હતું. આ ઘટનાનાં ૬૩ દિવસ સુધી અમિતાભ બચ્ચને મૃત્યુ સામે જંગ લડી હતી અને કોમામાં(coma) રહ્યા હતા. આખરે ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા મળી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ નાની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. લોકો આજે પણ તેમને ફિલ્મો દ્વારા યાદ કરે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *