Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

Smriti Irani : ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની ફિલ્મ 'ધુરંધર'ના અભિનેતા અક્ષય ખન્નાના અભિનયના ફરી એકવાર વખાણ કરતા પોતાને રોકી શકી નથી. તેમણે અક્ષયની તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતા મજાકીયા અંદાજમાં લખ્યું કે, અક્ષય ખન્નાએ બધી અપેક્ષાઓ પાર કરી દીધી છે, તેમને હવે તો ઓસ્કર આપી દો.

by Zalak Parikh
Smriti Irani Praises 'Dhurandhar's' Rahman Dacait Akshay Khanna Again

News Continuous Bureau | Mumbai

Smriti Irani : રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની દમદાર પરફોર્મન્સ પ્રશંસા મેળવી રહી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની એન્ટ્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમના પર ફિલ્માવાયેલ અરબી ગીત Fa9la પર રીલ્સ બની રહી છે. સામાન્ય લોકો ઉપરાંત સેલેબ્સ પણ અક્ષયના પરફોર્મન્સના વખાણ કરતા થાકતા નથી. ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની અક્ષયની ફેન બની ગઈ છે. તેમણે તાજેતરમાં ફિલ્મના નિર્માતાઓ અને અભિનેતાઓના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમણે અક્ષય ખન્નાને ઓસ્કર આપવાની પોસ્ટ શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: દોઢ વર્ષની મહેનત: ‘ધુરંધર’ ફિલ્મનું કાસ્ટિંગ હતું સૌથી મુશ્કેલ, ‘રહેમાન ડકૈત’ના પાત્ર માટે થઈ હતી અધધ આટલી મોટી શોધખોળ

સ્મૃતિ ઈરાનીએ શેર કરી અક્ષયની તસવીર

સ્મૃતિ ઈરાનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અક્ષય ખન્નાની પ્રશંસા કરતા ફિલ્મ તીસ માર ખાનની એક મજેદાર ક્લિપ શેર કરી.તેની સાથે તેમણે લખ્યું, “જ્યારે અક્ષય ખન્ના તમામ અપેક્ષાઓ પાર કરી જાય અને તમે પણ પછી કહેવા માંગતા હો, ઓસ્કર આપી દો.”તાજેતરમાં ‘ધુરંધર’ના કલાકારોના વખાણ કરતા સ્મૃતિ ઈરાનીએ એક લાંબી પોસ્ટ શેર કરી હતી. સ્મૃતિએ લખ્યું હતું કે જો કોઈએ કોઈ શહીદ સૈનિકની પત્નીની આંખોમાં જોયું હોય, તેને સ્મશાન સુધી મૂક્યા હોય, જમ્મુના જગતી કેમ્પની મુલાકાત લીધી હોય, શ્રીનગરના શારિકા દેવી મંદિરના સૂના પરિસરને જોયું હોય કે પછી સંસદ હુમલા અને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલા સાથે જોડાયેલા લોકોને મળ્યા હોય, તો ‘ધુરંધર’ જોઈને કોઈ પ્રકારનો આક્રોશ અનુભવ નહીં થાય, કારણ કે આખરે તે એક ફિલ્મ જ છે.તેમણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધરના પણ વખાણ કર્યા હતા અને તેમને શ્રેષ્ઠ સ્ટોરીટેલર અને રિસર્ચમાં માહિર ગણાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો કરી રહી છે. સોમવાર સુધીના આંકડાઓ મુજબ, ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી છે, અને માત્ર ૧૧ દિવસમાં ફિલ્મે લગભગ ૩૮૦ કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે બહુ જલ્દી આ ફિલ્મ ૪૦૦ કરોડનો આંકડો પાર કરી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More