Somy ali: લોરેન્સ બિશ્નોઇ ને આ કારણે મળવા માંગે છે સોમી અલી, અભિનેત્રી એ જણાવ્યું સલમાન ખાન સાથે નથી આનો કોઈ સંબંધ

Somy ali: સોમી અલી એ તાજેતર માં લોરેન્સ બિશ્નોઇ પાસે તેનો નંબર માંગ્યો હતો જેને કારણે તે ચર્ચામા આવી છે હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સોમી એ લોરેન્સ બિશ્નોઇ નો નંબર માંગવાનું કારણ જણાવ્યું છે.

by Zalak Parikh
somy ali reveal why she wants to meet lawrence bishnoi its not related to salman khan

News Continuous Bureau | Mumbai

Somy ali: સોમી અલી એ તાજેતર માં લોરેન્સ બિશ્નોઇ પાસે તેનો નંબર માંગ્યો હતો. સોમી અલી લોરેન્સ બિશ્નોઇ ને ઝૂમ કોલ પર મળવા માંગે છે. તાજેતર માં જ સલમાન ખાન ને ફરીથી મારી નાખવાની ધમકી મળી છે તેવામાં સોમી અલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન લોરેન્સ બિશ્નોઇ નો નંબર માંગવાનું કારણ જણાવ્યું છે. અને એ પણ જણાવ્યું કે સલમાન ખાન સાથે આનો કોઈ સંબંધ નથી. 

આ સમાચાર પણ વાંચો : Somy ali on Lawrence bishnoi: સોમી અલી એ લોરેન્સ બિશ્નોઇ ને કરેલા એક મેસેજ એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તેની પોસ્ટ માં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ એ શું લખ્યું

સોમી અલી એ જણાવ્યું કારણ 

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન સોમી અલી ને પૂછવામાં આવ્યું કે તે લોરેન્સ બિશ્નોઈનો નંબર કેમ માંગી રહી છે? જેના જવાબ માં સોમી એ કહ્યું, “લોરેન્સ સાથે વાત કરવાની મારી ઈચ્છાને સલમાન સાથે કોઈ લેવાદેવા નથી. હું તેની સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર વાત કરવા માંગુ છું કારણ કે બિશ્નોઈ સમુદાય પર્યાવરણ માટે ઘણું કરે છે. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું કે જો તે જ્યારે તે લોરેન્સ બિશ્નોઈ સાથે વાત કરશે તો શું તે સલમાન વતી તેની માફી માંગશે? આના જવાબ માં સોમીએ કહ્યું, “મેં અગાઉ પણ સલમાન વતી માફી માંગી છે અને હું બિશ્નોઈ સમુદાયનું ઘણું સન્માન કરું છું. મારે તેમના મંદિરોની મુલાકાત લેવી છે. મારે ત્યાં પ્રાર્થના કરવા  છે. મારો હેતુ શાંતિપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવાનો છે.


પોતાની વાત ને આગળ વધારતા સોમી એ કહ્યું, “મને ખબર નથી કે સલમાનના મગજમાં શું ચાલી રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં અમે બહુ ઓછી વાત કરી છે. માફી માંગવી કે નહીં એ સલમાનનો અંગત નિર્ણય હોવો જોઈએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More