News Continuous Bureau | Mumbai
સોનાલી બેન્દ્રેનો (Sonali Bendre)લેટેસ્ટ અવતાર સામે આવ્યો છે. હાલમાંજ અભિનેત્રી એ પોતાના 20 વર્ષ જૂના જેકેટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
સોનાલી બેન્દ્રે સોશિયલ મીડિયા(social media) પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક પ્રકારના લુકમાં તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
અભિનેત્રી એ પોતાના ઈન્સ્ટાગ્રામ(Instagram) પેજ પર આ ફોટો શેર કર્યો છે તેની સાથે તેને કેપ્શન માં લખ્યું છે કે, “આ 20 વર્ષ જૂનું જેકેટ પહેર્યું છે અને તે કહેવું સલામત છે… અમારી બંનેની ઉંમર સારી થઈ ગઈ છે."
સોનાલી બેન્દ્રે નો આ જેકેટ લુક (Jacket look)ખુબજ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના આ લુક ના વખાણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં સોનાલી બેન્દ્રે ને કેન્સરનું (cancer)નિદાન થયું હતું. અને તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : લિગરના ટ્રેલર લોંચ ઈવેન્ટમાં ગ્લેમરસ લૂક માં જોવા મળી અનન્યા પાંડે -પોતાની સિઝલિંગ સ્ટાઈલમાં મચાવી હતી ધૂમ -જુઓ ફોટોગ્રાફ્સ