News Continuous Bureau | Mumbai
બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના નિધનથી(Sonali Phogat death) બધા ચોંકી ગયા છે. બિગ બોસ 14 થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી સોનાલી ફોગટનું ગોવામાં(Goa) હાર્ટ એટેકથી (heart attack)અવસાન થયું હતું. બીજા બધાની જેમ સોનાલી ફોગાટની બહેન પણ આઘાતમાં છે. તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનાલી ફોગાટની બહેને દાવો કર્યો છે કે તેની બહેન સોનાલીના ભોજનમાં ઝેર(poison) ભેળવવામાં આવ્યું હતું.
એક સ્થાનિક ચેનલ(local channel) સાથે વાત કરતા સોનાલી ફોગાટની બહેને કહ્યું કે અભિનેત્રી ઠીક છે અને શૂટિંગ માટે બહાર જઈ રહી છે. સોનાલી ફોગાટે (Sonali Phogat)બધાને જાણ કરી હતી કે તે 27 ઓગસ્ટે પરત ફરશે. પરંતુ 22મી ઓગસ્ટના રોજ સોનાલીએ તેની માતાને કહ્યું હતું કે તે ભોજન કર્યા બાદ બેચેની અનુભવે છે. રાત્રે પણ સોનાલીએ કહ્યું હતું કે તેની સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સોનાલીને શંકા હતી કે તેના ખોરાકમાં કંઈક ભેળવવામાં આવ્યું છે.સોનાલીની બહેનને તેના મૃત્યુના સમાચાર મળતા જ તે આઘાતમાં સરી પડી હતી. તેની બહેને જણાવ્યું કે સોનાલીએ કહ્યું હતું કે 'મારા પર કોઈ કાવતરું થઈ રહ્યું છે…'.
આ સમાચાર પણ વાંચો : કલાજગતમાં શોકનો માહોલ-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્રી અને જાણીતા કથક નૃત્યાંગના મુરલી મેઘાણીનું થયું નિધન
તમને જણાવી દઈએ કે, સોનાલી કેટલાક લોકપ્રિય પંજાબી (Punjabi)અને હરિયાણવી મ્યુઝિક વીડિયો(music video) માં જોવા મળી હતી. તેણે ટીવી શો 'અમ્મા: એક મા જો લાખો કે લિયે બનીઅમ્મા' માં નવાબ શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2020માં તેણે બિગ બોસ 14માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પણ એન્ટ્રી કરી હતી. સોનાલી ભાજપના મહિલા મોરચાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતી.