ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
આવકવેરા વિભાગની ટીમ બુધવારે અચાનક ફિલ્મ અભિનેતા સોનુ સૂદની મુંબઈ ઑફિસ પહોંચી હતી. તપાસ બાદ આનું કારણ ગમે એ સામે આવ્યું, પરંતુ હવે દેશભરના લોકો તેની નેટવર્થ વિશે જાણવા માટે ઉત્સુક છે. શું તમે જાણો છો કે સોનુ માત્ર 5,500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. આજે આ 48 વર્ષનો 'મસીહા' લગભગ 130 કરોડની સંપત્તિનો માલિક બની ગયો છે. તે દરેક ફિલ્મ માટે લગભગ 2 કરોડ ફી લે છે. તેની પાસે શક્તિ સાગર પ્રોડક્શન્સ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેનું નામ તેના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.
સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સના દરોડા, શિવસેનાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન; જાણો વિગતે
સોનુએ અત્યાર સુધીમાં લગભગ 70 ફિલ્મોમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને ફિલ્મોમાંથી તે દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે, એટલે કે એક વર્ષમાં કુલ 12 કરોડ. સોનુ અંધેરીના લોખંડવાલામાં 2600 ચોરસ ફૂટ 4 BHK ઍપાર્ટમેન્ટમાં તેના પરિવાર સાથે રહે છે. આ સિવાય તેની પાસે મુંબઈમાં વધુ બે ફ્લૅટ છે. તેના વતન મોગામાં બંગલો પણ છે. જુહુમાં તેની હૉટેલ છે. આ ઉપરાંત સોનુના કાર કલેક્શનમાં 66 લાખની કિંમતની મર્સિડીઝ બેન્ઝ એમએલ ક્લાસ 350 CDI, 80 લાખની કિંમતની ઓડી Q7 અને 2 કરોડની કિંમતની પોર્શ પનામાનો પણ સમાવેશ થાય છે.