ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડ અભિનેત્રી સોફી ચૌધરી આ દિવસોમાં માલદીવમાં રજાઓ મનાવી રહી છે. હવે તેણે પોતાના વૅકેશનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરો શૅર કરીને તેણે પોતાની જાતને તોફાન ગણાવી છે.
આ તસવીરો સોફીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ફોટામાં તે પાણીની વચ્ચે બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રી વાદળી સ્વિમ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શૅર કરીને અભિનેત્રીએ એક ખાસ કૅપ્શન પણ લખી છે. તેણે લખ્યું : તે વરસાદથી કેવી રીતે ડરી શકે, જ્યારે તે હંમેશાં તોફાન હોય…

સોફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ ફોટાને પસંદ કર્યા છે, સાથે જ બૉલિવુડ કલાકારો અને ચાહકો કૉમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોફી ચૌધરી મૂળ બ્રિટનની છે. તેણે વર્ષ 2000માં પૉપ સિંગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2000માં એક બૅન્ડની સ્થાપના કરી અને પોતાનાં લખેલાં ગીતો ગાયાં. આ પછી તે મુંબઈ આવી અને વર્ષ 2002માં એમટીવીની હોસ્ટ બની. તેણે વર્ષ 2005માં ફરદીન ખાન અને સંજય દત્તની ફિલ્મ ‘શાદી નં.1’થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યું.