ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03 મે 2021
સોમવાર
બોલીવૂડ અભિનેત્રી સોફી ચૌધરી છેલ્લા ધણા સમયથી સિલ્વર સ્ક્રીન પરથી દૂર છે પરંતુ પોતાની બોલ્ડ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે.

અભિનેત્રી સોફી ચૌધરીએ હાલમાં જ સોફી ચૌધરીએ પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી પાણીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોફીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે સોફી એકટ્રેસ અને મોડેલ સાથે- સાથે એક સિંગર પણ છે. તેમણે બૉલીવુડની અનેક ફિલ્મોમાં એકટિંગની સાથે અનેક સોંગ માટે પ્લેબેક પણ કર્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોફીએ તેને વર્ષ 2002 MTV ના યજમાન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. તેમની કારકિર્દી શરૂ કર્યાના થોડા સમય બાદ, તેમનો એક વીડિયો આલ્બમ ખુબ જ હિટ થયો હતો. અહીંથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. બિગ બોસ અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ કામ કરી ચુકી છે.
