Samantha Ruth Prabhu: સાઉથ અભિનેત્રી સામંથા હવે અભિનયની સાથે સાથે બનશે પ્રોડ્યુસર, પ્રોડક્શન હાઉસનું કર્યું એનાઉન્સમેન્ટ

Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુ નિર્માતા બનશે તેને તેના પ્રોડક્શન હાઉસ ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી હતી.

by Hiral Meria
South actress Samantha will now become a producer along with acting, the production house has announced

News Continuous Bureau | Mumbai

Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુ નિર્માતા ( producer ) બનશે તેને તેના પ્રોડક્શન હાઉસ ( Production House ) ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સ ( Tralala Moving Pictures ) સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી હતી.

અભિનયની દુનિયામાં સામંથાએ મોટી સફળતા હાંસલ કરી છે. તે ફક્ત સાઉથ ઈન્ડ્સ્ટ્રીમાં ( South Actress ) જ ફેમસ નથી પરંતુ બોલિવૂડમાં પણ દર્શકો મોટા સિને પડદે તેને અભિનય કરતી જોવા માટે ઉત્સુક છે. સામંથા હવે એક નવી જર્ની તરફ જઈ રહી છે.

પ્રોડક્શન હાઉસ ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના પ્રોડક્શન હાઉસની જાહેરાત કરતા કહ્યું કે,મારા પ્રોડક્શન હાઉસ, ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ત્રાલાલા મૂવિંગ પિક્ચર્સનો ઉદ્દેશ્ય નવા યુગની અભિવ્યક્તિ અને વિચારોનું પ્રતિનિધિત્વ કરતી સામગ્રી બનાવવાનો છે. એક તેજસ્વી જગ્યા બનાવવા માટે જે વાર્તાઓને પસંદ કરે છે અને પ્રોત્સાહિત કરે છે જે આપણા સામાજિક ફેબ્રિકની મજબૂતાઈ અને જટિલતાને બહાર લાવે છે. તે ફિલ્મ નિર્માતાઓ માટે અર્થપૂર્ણ, અધિકૃત અને સાર્વત્રિક વાર્તાઓ કહેવાનું પ્લેટફોર્મ છે.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન ને બદલે આ અભિનેત્રી સાથે જામી શકે છે કાર્તિક આર્યન ની જોડી, મેકર્સ કરી રહ્યા છે એક્ટ્રેસ ના નામ પર વિચાર

હિન્દી સિનેમાને પસંદ કરતા દર્શકોમાં સાઉથ ઇન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની લોકપ્રિયતા ખૂબ છે. તેના કરોડો ચાહકો છે તાજેતરમાં જ તે ખૂશી ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે નજરે પડી હતી. આ સિવાય તેની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હોય છે. તેને થોડો સમય પૂરતો બ્રેક લીધો છે અને તે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે, ત્યારે તાજેતરમાં તેણે તેની કારકિર્દીને એક પગલું આગળ વધાર્યું છે અને પોતાના હોમ પ્રોડક્શનની જાહેર કરી છે. ફિલ્મોમાં પોતાના અભિનયથી ધૂમ મચાવનાર સામંથા હવે નિર્માતા ક્ષેત્રે પણ પોતાની જર્ની આગળ વધારી રહી છે. જેથી આગામી સમયમાં તેના હોમ પ્રોડક્શનની ફિલ્મો પણ દર્શકો સુધી જોવા મળશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like