Site icon

આકાંક્ષા દુબે બાદ હવે સાઉથ ના આ સ્ટારે કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

સંપત ના લગ્ન ગયા વર્ષે જ થયા હતા અને અહેવાલ છે કે કામ ન મળવાને કારણે તે ખૂબ જ પરેશાન હતો. સંપતે ઘણા કન્નડ પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના જવાથી ચાહકો શોકમાં છે.

south film industry actor sampath suicide after actress akansha dubey

આકાંક્ષા દુબે બાદ હવે સાઉથ ના આ સ્ટારે કરી આત્મહત્યા, એક વર્ષ પહેલા કર્યા હતા લગ્ન

News Continuous Bureau | Mumbai

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે બાદ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.સાઉથના પ્રખ્યાત અભિનેતા સંપત જે રામે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે.કન્નડ સ્ટાર સંપત જે. રામનું 35 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેટલાક સમયથી કામ ન મળવાને કારણે સંપત પરેશાન હોવાનું જાણવા મળ્યું છે.કામ ન મળતું અને તેના કારણે તેનો પરિવાર ચિંતિત હતો, પરિવારને આ હાલતમાં જોઈને તેના પર તણાવ અને દબાણ બંને વધી ગયા અને સંપતે મોતને ગળે લગાવવાનું નક્કી કર્યું.

Join Our WhatsApp Community

 

 શું કામ ન મળવાથી સંપતે કરી આત્મહત્યા?

સંપત ના નિધનના સમાચાર મળતાં સમગ્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ છે.આ મામલે પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.હાલમાં, સંપત ના મૃતદેહને નેલમંગલાની ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને હત્યાની આશંકામાં મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે.ટીવી શો ‘અગ્નિસાક્ષી’માં સંપત સાથે કામ કરનાર અભિનેતા વિજય સૂર્યાએ એક મીડિયા હાઉસ ને કહ્યું કે તે કામ ન મળવાથી ચિંતિત હતો.સૂર્યાએ કહ્યું, “તે લાંબા સમયથી એક સારા પ્રોજેક્ટની શોધમાં હતો.”સંપત ના કો-સ્ટાર અભિનેતા રાજેશ ધ્રુવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કન્નડ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

 

એક વર્ષ પહેલા થયા હતા સંપત ના લગ્ન

સંપત તેની પાછળ પત્નીને છોડી ગયો છે.સાઉથના ઘણા મોટા પ્રોજેક્ટનો હિસ્સો રહી ચૂકેલા સંપતે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા.સંપત ની આકસ્મિક વિદાયથી તેના ચાહકોનું હૃદય તૂટી ગયું છે.વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સંપત ફિલ્મ ‘શ્રી બાલાજી ફોટો સ્ટુડિયો’માં કામ કરીને અસંખ્ય દિલ જીતવામાં સફળ રહ્યો હતો.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version