News Continuous Bureau | Mumbai
Ram charan siddhivinayak temple: તાજેતરમાં જ રામ ચરણ ખુલ્લા પગે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અને આ પાછળ નું કારણ પણ સામે આવ્યું હતું કે, અભિનેતા એ અયપ્પા દીક્ષા રાખી હતી જે 41 દિવસ ની હતી. હવે રામ ચરણે મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પા ના આશીર્વાદ સાથે અયપ્પાની દીક્ષા પૂર્ણ કરી હતી. સુપરસ્ટાર રામ ચરણે મુંબઈની આ ખાસ સફરથી ચાહકોમાં ઉત્તેજના પેદા કરી હતી.
રામ ચરણે લીધી સિદ્દીવિનાયક ની મુલાકાત
સાઉથ સુપરસ્ટાર રામ ચરણે તાજેતરમાં જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં અયપ્પાની દીક્ષા પૂર્ણ કરી હતી. આ આધ્યાત્મિક યાત્રા તેમની અતૂટ શ્રદ્ધા અને પ્રતિબદ્ધતાની સાક્ષી છે. અયપ્પા દીક્ષા એ ભગવાન અયપ્પાના ભક્તો દ્વારા મનાવવામાં આવતો પવિત્ર ઉપવાસ છે. આ સમયગાળા દરમિયાન, રામ ચરણે કડક નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું, જેમાં માત્ર કાળા કુર્તા અને અયપ્પાની માળા પહેરવાનો સમાવેશ થતો હતો.
View this post on Instagram
દીક્ષાના પોશાકમાં સજ્જ અને ખુલ્લા પગે ચાલતા, રામ ચરણે સિદ્ધિવિનાયક મંદિર તરફ પ્રયાણ કરતાં ચાહકોને આકર્ષ્યા. સિદ્ધિવિનાયક મંદિર ભક્તોના હૃદયમાં અનન્ય સ્થાન ધરાવે છે અને રામ ચરણ માટે તેમની અયપ્પાની દીક્ષા પૂર્ણ કરવા માટે એક આદર્શ સ્થળ હતું.
આ સમાચાર પણ વાંચો: Ram Charan: હૈદરાબાદ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળ્યો સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, જાણો કેમ અભિનેતા નહીં પહેરે 41 દિવસ ચપ્પલ