News Continuous Bureau | Mumbai
Thalapathy Vijay: સાઉથ ના જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયકાંતનું નિધન થયું છે. દિવંગત અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કાર માં, અભિનેતા થલપતિ વિજય સહિત ઘણા શોકાતુર સ્ટાર્સ સામેલ થયા હતા. અભિનેતા વિજયકાંત ને શ્રદ્ધાંજલિ આપીને થલપતિ વિજય જેવો બહાર આવ્યો કે તરત જ ટોળા એ તેને ઘેરી લીધો જેમાંથી એક વ્યક્તિ એ તેના પર ચપ્પલ પણ ફેંક્યું આ ઘટના કેમેરા માં કેદ થઇ ગઈ હવે આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
થલપતિ વિજય પર ચપ્પલ વડે થયો હુમલો
થલપતિ વિજય દિવંગત અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કાર માં સામેલ થયો હતો. અભિનેતા ને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જયારે થલપતિ વિજય બહાર નીકળ્યો કે તરત જ વિજય ના ફેન્સ ની ભીડ એકઠી થઇ ગઈ .દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ સ્ટારને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ભીડ માં હાજર એક વ્યક્તિ એ અભિનેતા થલપતિ વિજય પર ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Slipper was attacked by his own fans on the head of Actor #Vijay 🥹🫤
See this video, Worst fans da @actorvijay 💔#ThalaAjith #CaptainVijayakanth #RIPVijayakanth #விஜயகாந்த் #RIPCaptainVijayakanth#விஜயகாந்த் pic.twitter.com/rLqvSUBYjw
— #3 (@HashtagThree) December 28, 2023
સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય સાથે બનેલી ઘટના ને લઈને તેના ચાહકો નારાજ થયા છે અને અભિનેતા ની સિક્યોરિટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Koffee with Karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે કર્યા તેના પુત્ર ના અંગત જીવન વિશે ઘણા ખુલાસા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા વિશે કહી આવી વાત