ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
બોલિવૂડની પંગા કવિન કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાનો અભિપ્રાય રજૂ કરવામાં પણ બેફામ છે. થોડા સમય અગાઉ બીએમસીએ કંગનાની મુંબઈ ખાતેની ઓફિસનું બાંધકામ ગેરકાયદે છે તેમ કહીને તોડક કાયર્વાહી કરી હતી. આ મામલે કંગનાએ ફરી એક વાર મહારાષ્ટ્ર સરકારને નિશાન પર લીધી છે.
અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ,કોર્પોરેશને મારી ઓફિસમાં ગેરકાયદે તોડફોડ કરીને વકીલ પાછળ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયા ખર્ચ કર્યો છે. એક છોકરીને પરેશાન કરવા માટે પ્રજાના આટલા રૂપિયા બરબાદ કરી નાખવામાં આવ્યા છે. આજે મહારાષ્ટ્ર રાજ્ય ક્યાં પહોંચી ગયું છે. આ કમનસીબ બાબત છે.’
નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ કંગનાએ જ બોલિવૂડમાં વિરોધ કરીને ટોચની હસ્તીઓને સકંજામાં લીધી હતી. તેના બેફામ વલણને કારણે જ સુશાંત અંગે ઘણી વાતો બહાર આવી હતી અને અંતે સરકારે આ કેસ સીબીઆઈને સોંપ્યો પડ્યો હતો. 14મી જૂને સુશાંતે આત્મ હત્યા કરી ત્યાર બાદ તો તેને સીધે સીધી આત્મ હત્યામાં જ ખપાવી દેવામાં આવી હતી પરંતુ કંગના સહિતના લોકોના વિરોધ બાદ તે આત્મ હત્યા છે કે હત્યા તેની તપાસ થઈ હતી. આ મામલે કંગનાએ બોલિવૂડમાં નેપોટિઝમનો આક્ષેપ પણ મૂક્યો હતો.
