News Continuous Bureau | Mumbai
Mayank Pawar Splitsvilla 7 Death: ફિટનેસ આઇકોન અને જાણીતા ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા 7’ ના સ્પર્ધક મયંક પવારના નિધનના સમાચારથી મનોરંજન જગત અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. માત્ર ૩૭ વર્ષની વયે અને અત્યંત ચુસ્ત બોડી ધરાવતા હોવા છતાં મયંકના આકસ્મિક વિદાયથી ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન મયંકની માતા રજની પવારે તેમના પુત્રના મોત પાછળના કારણો વિશે હૃદયદ્રાવક ખુલાસો કર્યો છે.રિપોર્ટ અનુસાર, મયંક પવારના નિધનની જાણકારી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આપવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “૬ વખતના મિસ્ટર ઈન્ડિયા અને ફિટનેસ આઇકોન મયંક પવાર હવે આપણી વચ્ચે રહ્યા નથી.” મયંકના જવાથી સની લિયોન સહિતના અનેક સેલિબ્રિટીઝે દુઃખ વ્યક્ત કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh: રણવીર સિંહને કોર્ટમાંથી રાહત પણ સાથે મળી કડક ચેતવણી! ‘કાંતારા’ વિવાદમાં ધરપકડ પર વચગાળાની રોક; જાણો કોર્ટે શું કહ્યું
ડિપ્રેશન અને લિવરની ગંભીર બીમારી
મયંકની માતા રજની પવારના જણાવ્યા મુજબ, મયંક ૨૦૨૪માં પત્ની સાથેના છૂટાછેડા બાદ અત્યંત માનસિક તણાવ અને ડિપ્રેશન માંથી પસાર થઈ રહ્યા હતા. આ માનસિક સ્થિતિની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડી અને ૨૦૨૫ની શરૂઆતમાં તેમને લિવરની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. લાંબી સારવાર છતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યા નહોતા અને આખરે લિવર ફેઈલ્યોરને કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે.
View this post on Instagram
મયંક પવાર દિલ્હીના રાણા પ્રતાપ બાગ સ્થિત તેમના ઘરે હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થયું હતું. જોકે, તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર મેડિકલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ લિવરની ખરાબી જ મોતના મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યું છે. મયંક એક ચેમ્પિયન અને મેન્ટર તરીકે અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)