ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
બી-ટાઉન સાથે સંકળાયેલી હસ્તીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની જૂની યાદોને શેર કરતી રહે છે, જે ચાહકોને ખૂબ ગમે છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન પણ શામેલ છે, જે પોતાની જૂની યાદોને ફરીથી જીવંત કરવાની કોઈ તક ચૂકતી નથી.
રવીના ટંડન ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝથી ભલે દૂર હોય પરંતુ તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. અને અવાર નવાર તે તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં જ રવિના ટંડને બાળપણનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે તેણે 1980 માં નીતુ અને કપૂરના લગ્નના સમયે પડાવ્યો હતો.
આ તસવીર શેર કરતી વખતે રવિનાએ એક ક્યૂટ કેપ્શન પણ લખ્યું છે જેમાં તેણે તેના પ્રિય ચિન્ટુ અંકલ (રીશી કપૂર) વિશે ઘણું બધુ કહ્યું છે. તેણે લખ્યું છે કે, “આજે એક કિંમતી રત્ન મળી આવ્યો છે. જો કે, તે લાંબા સમય પછી મળ્યો છે, પરંતુ તેનું વિશેષ મહત્વ છે. આ ફોટો શોધવા બદલ જૂહી બબ્બરનો આભાર. ચિન્ટુ અંકલ આ ફોટો તેમની બાયોગ્રાફીમાં ઉપયોગમાં લેવા માટે મને વારંવાર પૂછતા હતા જે આજે મળી છે. તો ચિન્ટુ અંકલની સામે ઉભી રહેલી આ છોકરી હું છું. હું ઈચ્છું છું કે મને આ પહેલાં મળી હોત, આ જોઈને ચિન્ટુ અંકલ ખૂબ ખુશ થયા હોત. તે મારા માટે ખજાનો છે.”
રવીનાના આ કેપ્શન પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે રીશી કપૂર સાથે તેના સંબંધ પરિવારના કોઈ સભ્યથી ઓછા નથી. તો પછી કેપ્શનમાં રવિનાએ કહ્યું છે કે રીશી કપૂર આ ફોટો તેની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લા માટે શોધી રહ્યા હતા.