Site icon

શું જ્હાન્વી કપૂરનું નામ ‘જુદાઈ’માં ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી રાખવામાં આવ્યું હતું? અભિનેત્રીએ કર્યો આ અંગે ખુલાસો

News Continuous Bureau | Mumbai

જ્હાન્વી કપૂરે (Jahanvi kapoor) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શું તેનું નામ બોની કપૂર (Boney kapoor) અને શ્રીદેવીની (Sridevi)ફિલ્મ જુદાઈના (Judai)પાત્રથી પ્રેરિત છે? જણાવી દઈએ કે આ પાત્ર ઉર્મિલા માતોંડકરે (Urmila Matondkar) ફિલ્મ જુદાઈમાં ભજવ્યું હતું. જ્હાન્વી કપૂરે કહ્યું કે તેના માતા-પિતા બોની કપૂર અને શ્રીદેવીને તેનું નામ ત્યારે જ પસંદ આવ્યું હતું જ્યારે આ ફિલ્મ પણ બની ન હતી. શ્રીદેવીને આ નામની એક  વસ્તુ ખૂબ જ ગમી જે છે તેનો અર્થ શુદ્ધતા.(purity)

Join Our WhatsApp Community

તો શું ફિલ્મમાં ઉર્મિલા માતોંડકરના (Urmila Matondkar) પાત્ર જ્હાન્વી સાહની વર્માનું નામ હતું જે શ્રીદેવી (Sridevi) અને બોની કપૂર (Boney Kapoor) બંનેને ગમ્યું હતું? એક મેગેઝીન ને  આપેલા ઈન્ટરવ્યુમાં જ્હાન્વી કપૂરે કહ્યું હતું કે, 'જુદાઈ'ના (judai) ઉર્મિલા માતોંડકરના પાત્ર પરથી મારું નામ રાખવામાં આવ્યું નથી. મને લાગે છે કે પાપાને આ નામ ફિલ્મની રિલીઝ પહેલા જ ગમી ગયું હતું અને માતાને પણ આ નામ ગમી ગયું હતું.જ્હાન્વી કપૂરે કહ્યું, મને લાગે છે કે મારા પેરેન્ટ્સને (parents) આ નામ બહુ પહેલેથી ઘણું જ પસંદ હતું. માતાને તો આ નામ ઘણું જ પસંદ હતું, કારણ કે આ નામનો અર્થ પ્યોરિટી (purity) થાય છે. તે મને જોતી રહેતી અને કહેતી કે હું પ્યોર આત્મા છું.'

આ સમાચાર પણ વાંચો : લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ થયા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

તમને જણાવી દઈએ કે, ફિલ્મ જુદાઈ વર્ષ 1997માં રિલીઝ (release) થઈ હતી અને તેનું દિગ્દર્શન રાજ કંવરે (Raj Kanwar) કર્યું હતું. ફિલ્મમાં અનિલ કપૂર, (Anil Kapoor) શ્રીદેવી, ઉર્મિલા માતોંડકર, ફરીદા જલાલ, જોની લીવર, પરેશ રાવલ, ઉપાસના સિંહ અને સઈદ જાફરીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ (Telugu film) સુભલગ્નમની (Subhlagnam) હિન્દી રિમેક હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરે રાજ વર્માની ભૂમિકા ભજવી હતી, જ્યારે શ્રીદેવીએ કાજલ જૈન વર્માની ભૂમિકા ભજવી હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version