Site icon News Continuous Bureau | Mumbai

Sridevi Property Dispute: શ્રીદેવી ની આ જગ્યા ની પ્રોપર્ટી પર વિવાદ, બોની કપૂર એ ખખડાવ્યો હાઈકોર્ટ નો દરવાજો, જાણો સમગ્ર મામલો

Sridevi Property Dispute: શ્રીદેવી એ 1988માં ખરીદેલા ફાર્મહાઉસ પર ત્રણ લોકો દ્વારા દાવેદારી, બોની કપૂરે કોર્ટમાં રજુઆત કરી કે દસ્તાવેજો રદ કરવામાં આવે

Sridevi Chennai Property Dispute: Boney Kapoor Moves Madras High Court Over Ownership Conflict

Sridevi Chennai Property Dispute: Boney Kapoor Moves Madras High Court Over Ownership Conflict

News Continuous Bureau | Mumbai

Sridevi Property Dispute: દિવંગત અભિનેત્રી શ્રીદેવી ના ચેન્નઈ સ્થિત ફાર્મહાઉસ પર દાવેદારીના કારણે વિવાદ ઊભો થયો છે. તેના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર એ મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બોની કપૂરનું કહેવું છે કે શ્રીદેવીએ 1988માં ઈસ્ટ કોસ્ટ રોડ પર આ પ્રોપર્ટી ખરીદી હતી, જે તેમના પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાય છે અને ભાડે પણ આપવામાં આવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Parineeti Chopra: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર અનોખા અંદાજ માં શેર કર્યા સારા સમાચાર

65 વર્ષ પછી દાવેદારી : બોની કપૂર

બોની કપૂરનું કહેવું છે કે હવે 65 વર્ષ પછી એક મહિલા અને તેના બે પુત્રો આ પ્રોપર્ટી પર દાવેદારી કરી રહ્યા છે. મહિલાનું કહેવું છે કે તે સંબંદા મુદલિયારના પુત્રની બીજી પત્ની છે. બોની કપૂર નો દાવો છે કે પ્રથમ પત્ની 1999 સુધી જીવિત હતી, તેથી બીજા લગ્ન માન્ય નથી અને દાવેદારી પણ અયોગ્ય છે.બોની કપૂરે તાબરમ તાલુકાના તહસીલદાર દ્વારા આપવામાં આવેલા લીગલ ઓનરશિપ સર્ટિફિકેટ (Legal Ownership Certificate) પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે કોર્ટમાં અરજી કરી છે કે આ દસ્તાવેજ રદ કરવામાં આવે અને પ્રોપર્ટી ટ્રાન્સફર પર રોક લગાવવામાં આવે. જસ્ટિસ એન. આનંદ વેંકટેશે તહસીલદારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ આપ્યો છે.


આ ફાર્મહાઉસમાં શ્રીદેવી (Sridevi) પોતાના પરિવાર સાથે વારંવાર રજા માણવા જતી હતી. તેથી આ પ્રોપર્ટી તેમના માટે ભાવનાત્મક રીતે ખૂબ ખાસ હતી. 2018માં શ્રીદેવીના અવસાન બાદ આ વિવાદ ઊભો થયો છે, જે હવે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version