News Continuous Bureau | Mumbai
Sridevi death case: શ્રીદેવી ની અચાનક નિધન ના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. શ્રીદેવી નું નિધન 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઇ માં થયું હતું. શ્રીદેવી મૃત્યુ કેસમાં એક યુટ્યુબરે દાવો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય મંત્રીઓના નકલી પ્રમાણપત્રો ટાંક્યા હતા યુટ્યબર ના આ દવા એ સનસનાટી મચાવી હતી હવે શ્રીદેવી ના મૃત્યુ કેસ માં સીબીઆઈએ આ સ્વ ઘોષિત જાસૂસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
સીબીઆઈ એ દાખલ કરી ચાર્જશીટ
મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઈએ મુંબઈ સ્થિત વકીલ ચાંદની શાહની ફરિયાદ બાદ ભુવનેશ્વર સ્થિત દીપ્તિ આર પિનીતિ અને તેના વકીલ ભરત સુરેશ કામથ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. વડા પ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ મામલો એજન્સીને મોકલવામાં આવ્યો હતો. ચાંદની શાહે આક્ષેપ કર્યો હતો કે પિનીતિ એ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીના પત્રો, સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત દસ્તાવેજો અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારના રેકોર્ડ સહિત અનેક દસ્તાવેજો બનાવ્યા હતા, જે બનાવટી હોવાનું જણાયું હતું.
આ સમાચાર પણ વાંચો : Salman khan: સંદીપ રેડ્ડી વાંગા એ તેમની આગલી ફિલ્મ માટે કર્યો સલમાન ખાન નો સંપર્ક! આ વિષય પર આધારિત હશે ફિલ્મ
શ્રીદેવી અને સુશાંત સિંહ રાજપૂત જેવા બોલિવૂડ કલાકારોના મૃત્યુ પર સોશિયલ મીડિયા ચર્ચાઓમાં પિનીતિ સક્રિય સહભાગી રહી છેશ્રીદેવીના મૃત્યુ અંગે, પિનીતિ એ એક ઈન્ટરવ્યુમાં સનસનાટીભર્યા દાવા કર્યા હતા, જેમાં તેમની પોતાની તપાસના આધારે બંને સરકારો વચ્ચેના કવર-અપનો સમાવેશ થાય છે.મીડિયા ના એક પ્રશ્ન ના જવાબ માં પિનીતિ એ અવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ‘એ માનવું મુશ્કેલ છે કે સીબીઆઈએ મારું નિવેદન નોંધ્યા વિના મારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તદુપરાંત, જ્યારે આરોપો ઘડવામાં આવશે ત્યારે પુરાવા કોર્ટને આપવામાં આવશે.’ ગયા વર્ષે દીપ્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા પછી, સીબીઆઈએ 2 ડિસેમ્બરે તેના ઘરની તલાશી લીધી હતી. તે સમયે મોબાઈલ, લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા.
શ્રીદેવીના નિધન બાદ દીપ્તિએ એક ઈન્ટરવ્યુમાં શ્રીદેવીના મૃત્યુ અંગે ચોંકાવનારો દાવો કર્યો હતો. જે બાદ CBIએ દીપ્તિ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયેલા સીબીઆઈના રિપોર્ટ અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે યુટ્યુબ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન અને રક્ષા મંત્રી સાથે સંબંધિત તેમના દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો બનાવટી હતા. એજન્સીએ પિનીતિ અને કામથ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 120-બી (ગુનાહિત કાવતરું), 465, 469 અને 471 સામેલ છે.