Site icon News Continuous Bureau | Mumbai

Sridevi: જાણો કોણ છે શ્રીદેવી ની બહેન શ્રીલતા જે હતી અભિનેત્રી ની મેનેજર, પછી એવું તે શું થયું કે મોટી બહેન ના અંતિમ સંસ્કાર માં પણ ના આપી હાજરી

Sridevi: શ્રીદેવી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હતી. પરંતુ તેની નાની બહેન શ્રીલતા એ ક્યારેય અભિનય કર્યો નથી હા તે શ્રીદેવી ની મેનેજર જરૂર હતી પરંતુ પાછળ થી એવું શું થયું કે તે શ્રીદેવી ના અંતિમ સંસ્કાર માં પણ નહોતી ગઈ.

sridevi relations with sister srilatha was very complicated

sridevi relations with sister srilatha was very complicated

News Continuous Bureau | Mumbai

Sridevi: શ્રીદેવીને હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવે છે શ્રીદેવી એ તેના ફિલ્મી કરિયર માં 300 થી પણ વધુ ફિલ્મો કરી હતી.શ્રીદેવીનું અંગત જીવન હંમેશા સમાચારોમાં રહે છે. શ્રીદેવીની નાની બહેનનું નામ શ્રીલતા હતું અને તે પણ તેની મોટી બેન ની જેમ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી પરંતુ તે કોઈ કારણ સર થઈ શક્યું નહીં. શ્રીદેવીએ તેને પોતાની મેનેજર બનાવી અને તેણે વર્ષો સુધી શ્રીદેવી માટે કામ કર્યું પરંતુ પછી એવું કંઈક થયું કે બંને વચ્ચે વિવાદ ઉભો થયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Alia bhatt: રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ સાથે ટક્કર લેશે બોબી દેઓલ, અભિનેત્રી ની આ ફિલ્મ થઇ અબરાર ની એન્ટ્રી!

શ્રીદેવી અને તેની બહેન શ્રીલતા વચ્ચે નો વિવાદ 

શ્રીદેવી નો જન્મ 13 ફેબ્રુઆરી 1963ના રોજ તામિલનાડુના મીનાપટ્ટી ગામમાં થયો હતો. શ્રીદેવી નું સાચું નામ શ્રી અમ્મા યેંગર હતું.તેમના પિતા નું નામ અય્યપન યેંગર અને માતા નું નામ રાજેશ્વરી યેંગર હતું. શ્રીદેવીની નાની બહેન શ્રીલતા અને એક ભાઈ સતીશ યંગર છે.શ્રીદેવી અને શ્રીલતા વચ્ચે બાળપણથી જ ખૂબ સારા સંબંધો હતા અને બંને હંમેશા સાથે સમય વિતાવતા હતા. શ્રીદેવી ની જેમ શ્રીલતા ને પણ અભિનય કરવો હતો પરંતુ કોઈ કારણસર તે શક્ય ના બન્યું તેથી તે શ્રીદેવી ની મેનેજર બની ગઈ. પરંતુ વર્ષ 1996 બાદ બંને વચ્ચે વિવાદ ઉભો થયો 


મીડિયા રિપોર્ટ મુજબ, શ્રીદેવી અને શ્રીલતા ની માતાનું હોસ્પિટલમાં એક ઓપરેશન થયું જે ખોટી રીતે કરવામાં આવ્યું હતું જેના કારણે શ્રીદેવી ની માતાએ યાદશક્તિ ગુમાવી દીધી હતી. આ પછી, વર્ષ 1996 માં તેની માતાનું અવસાન થયું. શ્રીદેવીએ હોસ્પિટલ સામે કેસ દાખલ કર્યો, જેમાં તેની જીત થઇ અને હોસ્પિટલે શ્રીદેવી ને લગભગ 7 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જે તેણે પોતાની પાસે રાખ્યા.રિપોર્ટ મુજબ શ્રીલતાએ વિચાર્યું હતું કે તે શ્રીદેવી તેને  અડધા પૈસાઆપશે પરંતુ એવું ન થયું અને તે ગુસ્સે થઈ ગઈ. એવા પણ અહેવાલો છે કે શ્રીદેવીએ તેના માતા-પિતાની સંપત્તિ પોતાની પાસે રાખી હતી, આ બધા કારણોને લીધે શ્રીલતા એ મુંબઈ છોડી દીધું હતું. શ્રીલતા તેના પતિ સતીશ સાથે ચેન્નાઈમાં રહેવા લાગી. થોડા સમય પછી શ્રીલતાએ શ્રીદેવી સામે કેસ કર્યો અને તે જીતી ગઈ, તેને વળતર તરીકે લગભગ 2 કરોડ રૂપિયા પણ મળ્યા.આ પછી તેમની વચ્ચેનું અંતર વધી ગયું હતું. જોકે, એવું કહેવાય છે કે બોની કપૂરે બંને બહેનો વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. પરંતુ શ્રીદેવીના મૃત્યુ પછી, જ્યારે શ્રીલતા ચેન્નાઈમાં પ્રાર્થના સભામાં જોવા મળી ન મળી ત્યારે લોકોએ કહેવાનું શરૂ કર્યું હતું કે સમાધાન થઈ ગયું હોવા છતાં, સંબંધોમાં મધુરતા રહી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version