Site icon

‘ખતરોં કે ખિલાડી 12’ માં સૌથી વધુ ફી લેનાર સ્પર્ધક બની ટીવી ની આ અભિનેત્રી, ચુકવવામાં આવી મોહ માંગી રકમ !

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ફેમસ ફિલ્મમેકર રોહિત શેટ્ટી(Rohit Shetty reality show)  તેના પાવરફુલ રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 12' દ્વારા ફરીથી ટીવી પર વાપસી કરવા જઈ રહ્યા છે. આ શોનું શૂટિંગ મેના અંતમાં શરૂ થશે, જેના માટે તમામ સ્પર્ધકો દક્ષિણ આફ્રિકાની (South Africa) રાજધાની કેપટાઉન (Cape Town) જશે. ટીવી ના ઘણા સ્ટાર્સને પણ રોહિત શેટ્ટીના શો માં  જોડવામાં આવ્યા છે, જેમાં શિવાંગી જોશીથી લઈને રૂબીના દિલાઈક અને રાજીવ અડતિયાનો સમાવેશ થાય છે. આ સ્ટાર્સને રોહિત શેટ્ટીના શોમાં આવવા માટે મોટી રકમ ચૂકવવામાં (huge amount)આવી રહી છે. પરંતુ તેમાંથી પણ અભિનેત્રી સૃતિ ઝા (Sriti Jha)સૌથી મોંઘી સ્પર્ધક તરીકે ઉભરી આવી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૃતિ ઝાને 'ખતરો કે ખિલાડી 12' માટે મોહ માંગી રકમ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, તે 'ખતરો કે ખિલાડી 12'ની (Khatron ke khiladi highest paid actress) સૌથી મોંઘી સ્પર્ધક પણ બની શકે છે. કુમકુમ ભાગ્ય અભિનેત્રી સૃતિ ઝાને રોહિત શેટ્ટીના શો માટે દર અઠવાડિયે 15 થી 20 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં અભિનેત્રી 'ખતરો કે ખિલાડી 12'ની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી, EDએ શિલ્પા શેટ્ટીના પતિ સામે આ કેસ નોંધ્યો.. જાણો વિગતે

તમને જણાવી દઈએ કે આ પહેલા રુબીના દિલાઈક (Rubina Dilaik) અને 'ખતરો કે ખિલાડી 12'ના બાકીના સ્પર્ધકોની ફી પણ જાહેર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ખતરોં નો સામનો કરવા  માટે રૂબીના દિલેકને દર અઠવાડિયે 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે, જ્યારે શિવાંગી જોશી અને તુષાર કાલિયા જેવા સ્પર્ધકોની ફી હજુ જાહેર કરવામાં આવી નથી.રોહિત શેટ્ટીનો શો 'ખતરો કે ખિલાડી 12' કેપટાઉનમાં (Cap town)શૂટ થશે, જેના માટે તમામ સ્પર્ધકો ટૂંક સમયમાં જ નીકળી જશે. જો કે, કેપટાઉન જતા પહેલા, દરેક વ્યક્તિ રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરશે, સાથે જ તેઓ દક્ષિણ આફ્રિકા (South Africa) પહોંચ્યા પછી 4 દિવસ માટે ક્વોરેન્ટાઇન (courantine) પણ થશે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version