Site icon

‘RRR’ની ટીમને નહોતી મળી ઓસ્કારમાં ફ્રી એન્ટ્રી, રાજામૌલીએ લાખો રૂપિયામાં ખરીદી હતી સીટ

'નાટુ-નાટુ'એ ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો, પરંતુ ગીતના કલાકાર અને ફિલ્મના દિગ્દર્શકને ઓસ્કારમાં હાજરી આપવા માટે મફત ટિકિટ આપવામાં આવી ન હતી.

ss rajamouli am charan and jr ntr spent 20 lakh rupees per seat to attend oscars

'RRR'ની ટીમને નહોતી મળી ઓસ્કારમાં ફ્રી એન્ટ્રી, રાજામૌલીએ લાખો રૂપિયામાં ખરીદી હતી સીટ

News Continuous Bureau | Mumbai

એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’એ વિશ્વભરમાં સફળતા ના ડંકા લહેરાવ્યા છે. ફિલ્મના ગીત  ‘નાટુ-નાટુ’ ને 12 માર્ચે 95 માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો હતો, જેના પછી દેશનું નામ વિશ્વભરમાં જાણીતું બન્યું હતું. ‘નાટુ નાટુ’ એ ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે ઓસ્કાર એવોર્ડ જીતનાર ગીતના કલાકાર અને ફિલ્મના દિગ્દર્શકને ઓસ્કારમાં હાજરી આપવા માટે મફત ટિકિટ આપવામાં આવી ન હતી.

Join Our WhatsApp Community

 

ઓડિટોરિયમ માં પાછળ ની હરોળ માં કેમ બેઠી હતી  ‘RRR’ ની ટીમ

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે સાચું છે કે ફિલ્મના નિર્દેશક રાજામૌલી, અભિનેતા રામ ચરણ અને જુનિયર એનટીઆર એ તે ક્ષણ ના સાક્ષી બનવા માટે મોટી રકમ ચૂકવી હતી. જ્યારે ઓસ્કાર એવોર્ડના વિડીયો લાઈવ આવ્યા ત્યારે બધાને એ જોઈને નવાઈ લાગી કે ફિલ્મના દિગ્દર્શક ઓડિટોરિયમની પાછળની હરોળમાં બેઠા હતા. પરંતુ આવું કેમ થયું તે કોઈ સમજી શક્યું નહીં. રિપોર્ટ અનુસાર, ફક્ત સંગીતકાર એમએમ કીરાવાણી ગીતકાર ચંદ્રબોઝને મફત પાસ આપવામાં આવ્યા હતા. આ ફ્રી પાસ હેઠળ બંને પોતાના પરિવારના કોઈપણ સભ્યને સાથે લાવી શકતા હતા. એમએમ કીરવાણી અને ચંદ્રબોઝ બંનેને ઓસ્કાર નોમિનેશન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા, તેથી તેમને આ ફ્રી પાસ આપવામાં આવ્યા હતા. પણ જો કોઈને લોસ એન્જલસમાં તે ડોલ્બી થિયેટરમાં બેસીને આ શો લાઈવ જોવો હોય તો તે ટિકિટ ખરીદીને જ જોઈ શકાતો હતો.

 

આટલા રૂપિયા માં ખરીદી ટિકિટ 

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ ઓસ્કાર 2023ની ટિકિટની કિંમત 25 હજાર ડોલર છે. જેની કિંમત ભારતીય ચલણ અનુસાર અંદાજવામાં આવે તો તે લગભગ 20 લાખ 63 હજાર રૂપિયા થાય. આ આંકડા પ્રમાણે ઓસ્કારમાં પ્રવેશવા માટે એસએસ રાજામૌલીએ પોતે જ તેમના ક્રૂ મેમ્બર્સ માટે ટિકિટ ખરીદવી પડી હતી. રાજામૌલીએ ઓસ્કાર સમારોહમાં ટીમ માટે સીટ અનામત રાખવાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો.રાજામૌલીએ ઓસ્કારની ટિકિટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. કારણ કે આ એવોર્ડમાં રાજામૌલીની સાથે તેમની પત્ની, પુત્ર અને પુત્રની પત્ની હતા તેમજ રામ ચરણ અને તેમની પત્ની અને જુનિયર એનટીઆર હાજર રહ્યા હતા. એકેડેમી એવોર્ડ્સના ક્રૂ મેમ્બરે જણાવ્યું કે માત્ર એવોર્ડ મેળવનારાઓને જ ફ્રી પાસ આપવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજામૌલીએ પોતે દરેક માટે ટિકિટની વ્યવસ્થા કરી હતી, જેથી આખી ટીમ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની શકે અને સાથે મળીને જીતની ઉજવણી કરી શકે. 

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version