News Continuous Bureau | Mumbai
Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મ ને સકારાત્મક પ્રતિસાદડ આપી રહ્યા છે. ફિલ્મ જોઈ લોકો રણબીર કપૂર ના અભિનય ના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ દરમિયાન બાહુબલી ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલીના પુત્ર એસએસ કાર્તિકેયે પણ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ જોયા બાદ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
એસએસ કાર્તિકેયે કર્યા રણબીર કપૂર ના વખાણ
એસએસ રાજામૌલીના પુત્ર અને સહાયક નિર્દેશક એસએસ કાર્તિકેયે ફિલ્મ એનિમલ જોયા બાદ રણબીર કપૂરની પ્રશંસામાં ટિપ્પણી કરી અને કહ્યું, ‘રણબીર કપૂર… એનિમલ ની સાથે તમારામાં એક માસ સુપરસ્ટારનો જન્મ થયો હતો. તમારું પ્રદર્શન લાંબા સમય સુધી માણવામાં આવશે. રશ્મિકા મંદન્નાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન. ફિલ્મના બીજા ભાગમાં તેમનો સામ-સામેનો સીન જબરદસ્ત હતો. જે વિસ્ફોટક શૈલીમાં ફિલ્માવવામાં આવ્યું હતું. સંદીપ રેડ્ડી વાંગા, આવી સિક્વન્સ વિશે ફક્ત તમે જ વિચારી શકો છો. આમાંથી બહાર આવવામાં સમય લાગ્યો.’ એસએસ કાર્તિકેયનું આ ટ્વિટ આવતાની સાથે જ મનોરંજન જગતમાં લોકપ્રિય થઈ ગયું હતું.
Ranbir Kapoor… THE MASS SUPERSTAR in you has been born with #ANIMAL. 🔥🔥🔥 The performance will be cherished for a lifetime.@iamRashmika best till date. Loved the confrontation scene in the second half. Terrifically potrayed. 🤗@imvangasandeep, only you could imagine such…
— S S Karthikeya (@ssk1122) December 1, 2023
તમને જણાવી દઈએ કે ફિલ્મ એનિમલ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ એ પણ કહ્યું હતું કે, રણબીર કપૂર ભારત ને શ્રેષ્ઠ અભિનેતા છે.
આ સમાચાર પણ વાંચોઃ Neetu kapoor and alia bhatt: શું સાસુ નીતુ કપૂર સાથે નથી આલિયા ભટ્ટ ના સારા સંબંધ? વાયરલ વિડીયો એ લોકોને વિચારવા પર કર્યા મજબુર