ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસનો મામલો હજી સુઘી શાંત થયો નથી. આ કેસની તપાસ સતત ચાલી રહી છે અને આજે એનસીબી એટલે કે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ડ્રગ્સ કનેક્શન કેસ (કેસ નંબર 16/20) માં આજે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 16/ 2020 કમ્પલેંટ કેસ મામલામાં દાખલ થઈ છે. NCBના જોનલ ડિરેક્ટર ચાર્જશીટ કોર્ટમાં લઈને પહોચ્યા હતા. ડ્રગ્સ કબજે કરવાના અહેવાલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી, ફોરેન્સિક રિપોર્ટ સાક્ષીના નિવેદનના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
એનસીબીએ આજે NDPS કોર્ટમાં આજે જે ચાર્જશીટ દાખલ કરી છે તે 12,000 પાનાની છે. એટલું જ નહીં એન્ટી-ડ્રગ્સ એજન્સીએ 50,000 પાનાની લાંબી ડિવીટ પણ સબમિટ કરી છે. 12,000 પાનાની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત આ ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. આ તમામની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ લટકતી હાલતમાં ગત વર્ષે 14 જૂનના રોજ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સુશાંત પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નહોતી મળી. આ આત્મહત્યા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત પાંચ એજન્સી કરી રહી હતી.
ઉર્વશી રૌતેલાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો. જુઓ તસવીરો..
