સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં નાર્કોટીક્સ બ્યુરોએ ચાર્જશીટ ફાઇલ કરી, 33 આરોપીઓ.. જાણો વિગત…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

05 માર્ચ 2021

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસનો મામલો હજી સુઘી શાંત થયો નથી. આ કેસની તપાસ સતત ચાલી રહી છે અને આજે  એનસીબી એટલે કે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો ડ્રગ્સ કનેક્શન કેસ (કેસ નંબર 16/20) માં આજે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ 16/ 2020 કમ્પલેંટ કેસ મામલામાં દાખલ થઈ છે. NCBના જોનલ ડિરેક્ટર ચાર્જશીટ કોર્ટમાં લઈને પહોચ્યા હતા. ડ્રગ્સ કબજે કરવાના અહેવાલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી, ફોરેન્સિક રિપોર્ટ સાક્ષીના નિવેદનના આધારે આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

એનસીબીએ આજે NDPS કોર્ટમાં આજે જે ચાર્જશીટ દાખલ કરી છે તે 12,000 પાનાની છે. એટલું જ નહીં એન્ટી-ડ્રગ્સ એજન્સીએ 50,000 પાનાની લાંબી ડિવીટ પણ સબમિટ કરી છે. 12,000 પાનાની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત આ ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. આ તમામની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ફરી વધાર્યો ઇન્ટરનેટનો પારો, માલદીવના બીચ પર વિટામિન Seaનો ડોઝ લેતી નજર આવી..જુઓ  ફોટોસ…

આપને જણાવી દઈએ કે, બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો  મૃતદેહ લટકતી હાલતમાં ગત  વર્ષે 14 જૂનના રોજ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સુશાંત પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નહોતી મળી. આ આત્મહત્યા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત પાંચ એજન્સી કરી રહી હતી.

ઉર્વશી રૌતેલાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો. જુઓ તસવીરો..
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More