News Continuous Bureau | Mumbai
જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Famous Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav) છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યા છે. તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત તેમના ચાહકો પણ તેના સ્વાસ્થ્ય (pray for good health)માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હવે કોમેડિયન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
રાજુ(Raju Srivastav)ના ચાહકો અને તેમની પ્રાર્થનાની હવે અસર જોવા મળી રહી છે. રાજુ શ્રીવાસ્તને આજે 15 દિવસ પછી હોશ આવ્યો છે. AIIMS દિલ્હી(Delhi AIIMS)માં ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ સુધારા પર છે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક છાતી(Chest Pain)માં દુખાવો થવાથી તેઓ નીચે પડી ગયા હતા અને તેમને તે જ દિવસે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.