News Continuous Bureau | Mumbai
Stuntman Raju Death: તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. સ્ટન્ટમેન એસ.એમ. રાજૂ નું એક હાઈ-રિસ્ક કાર પલટાવવાના સીન દરમિયાન અકસ્માતમાં અવસાન થયું છે. આ ઘટના આર્યાની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન બની હતી. એક્ટર વિશાલ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના પરિવાર માટે સહાયની જાહેરાત પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Dilip Joshi: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દિલીપ જોશીએ માત્ર 45 જ દિવસ માં ઘટાડ્યું અધધ આટલું વજન, જાણો જેઠાલાલ ની વેટ લોસ જર્ની વિશે
વિશાલે વ્યક્ત કર્યો શોક: “રાજૂ બહુ બહાદુર સ્ટન્ટમેન હતો”
વિશાલે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, “આ વાત પચાવવી ખૂબ મુશ્કેલ છે કે રાજૂ આજે સવારે કાર સ્ટન્ટ કરતી વખતે મૃત્યુ પામ્યો. મેં ઘણા વર્ષોથી રાજૂ સાથે કામ કર્યું છે. તે બહુ બહાદુર અને નિષ્ઠાવાન સ્ટન્ટમેન હતો.” વિશાલે તેમના પરિવાર માટે સહાય કરવાનો પણ વચન આપ્યું છે.
So difficult to digest the fact that stunt artist Raju passed away while doin a car toppling sequence for jammy @arya_offl and @beemji Ranjith’s film this morning. Hav known Raju for so many years and he has performed so many risky stunts in my films time and time again as he is…
— Vishal (@VishalKOfficial) July 13, 2025
વિશાલ નો આ પ્રયાસ ફિલ્મ ઉદ્યોગમાં સુરક્ષાના મુદ્દાઓ અને સ્ટંટમેનના કલ્યાણ પ્રત્યે ધ્યાન દોરે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)