News Continuous Bureau | Mumbai
25 જુલાઈએ રિલીઝ થયેલી કન્નડ હોરર-કોમેડી ફિલ્મ ‘Su From So’એ બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકેદાર કમાણી કરી છે. માત્ર 4.5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 16 દિવસમાં 56.23 કરોડની કમાણી કરી છે. દિગ્દર્શક રાજ બી શેટ્ટી (Raj B Shetty)એ પુષ્ટિ કરી છે કે ફિલ્મનું બજેટ 4.5 કરોડ હતું. આ રીતે ફિલ્મે 1250% નફો (Profit) કમાવીને ‘KGF Chapter 2’ અને ‘Stree 2’ના રેકોર્ડ તોડી નાખ્યા છે.
‘KGF 2’ અને ‘Stree 2’ના નફાના રેકોર્ડ તૂટ્યા
‘KGF Chapter 2’એ કોરોના પછી 759% નફો કર્યો હતો, જ્યારે ‘Su From So’એ 1250%થી વધુ નફો કરી ને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘Stree 2’ જેવી હોરર-કોમેડી ફિલ્મ પણ નફાના મામલે પાછળ રહી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : GST Registration: ફક્ત આટલા જ દિવસ માં થશે GST રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ હવે વિલંબ નહીં… આ સિસ્ટમ લાગુ થશે!
IMDb પર 8.7 રેટિંગ અને મલ્ટી-લિંગ્વલ રિલીઝ
ફિલ્મને IMDb પર 8.7 રેટિંગ મળ્યું છે. આ ફિલ્મ હવે તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઈ છે. દર્શકોને ફિલ્મમાં હોરર (Horror), કોમેડી (Comedy) અને સસ્પેન્સ (Suspense)નો મજબૂત તડકો મળ્યો છે.
સામાજિક સંદેશ સાથે કોમિક ટચ
‘Su From So’ માત્ર મનોરંજન પૂરતું નથી, પણ તેમાં સામાજિક મુદ્દાઓને પણ કોમિક ટચ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શે તેવી કહાની ધરાવે છે.