ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
દિગ્દર્શક સુભાઈ ઘાઈએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. સુભાષ ઘાઈએ ફિલ્મોમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને બ્રેક આપ્યો હતો. આ સાથે, સુભાષ ઘાઈ ઘણી અભિનેત્રીઓની કારકિર્દી બનાવવા માટે પણ જાણીતા હતા. સુભાષ ઘાઈએ મહિમા ચૌધરીથી માધુરી દીક્ષિત સુધીની ઘણી અભિનેત્રીઓની કારકિર્દી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. માધુરી દીક્ષિતની કારકિર્દીમાં સુભાષ ઘાઈનું મહત્વનું યોગદાન હતું, કારણકે અહીંથી જ લોકો માધુરી દીક્ષિતને ઓળખવા લાગ્યા હતા. માધુરી અને સુભાષ ઘાઈની પહેલી મુલાકાત મુંબઈમાં નહીં પણ કાશ્મીરમાં થઈ હતી. અહીં તેમણે માધુરીને જોતાની સાથે જ ફિલ્મો માટે કાસ્ટ કરી હતી.
માધુરી દીક્ષિતે 'ધ અનુપમ ખેર શો'માં કહ્યું હતું કે,'મારા હેરડ્રેસર ખાતૂન ફોટો લઈને કાશ્મીરમાં સુભાષ ઘાઈજી પાસે પહોંચ્યા હતા. તે સમય દરમિયાન તે ફિલ્મ કર્મનું શૂટિંગ કરી રહ્યા હતા. અમે તે જ સમયે 'આવારા બાપ'નું શૂટિંગ કરી રહ્યા હતા. તો કાશ્મીરમાં અમારી આખી કાસ્ટ પણ હાજર હતી. તેણે અમને મળવા આમંત્રણ આપ્યું. દિગ્દર્શક સોહનલાલ કંવરે પણ તેમની તરફથી મારા ખૂબ વખાણ કર્યા, તેથી તેઓ પણ આ વાત સમજી ગયા.
માધુરી આગળ કહે છે, 'તેણે મને કહ્યું કે તું ડાન્સ કરશે? સરોજ ખાનજી પણ ત્યાં હાજર હતા. સુભાષજીએ મને સરોજજી સાથે મળાવ્યા. અમે નૃત્યનો એક નાનો ભાગ કર્યો તેમને જોયા પછી, સુભાષજીએ કહ્યું કે તું આવી નાની-મોટી ભૂમિકાઓ ના કર, તારી અંદર પ્રતિભા છે ત્યારબાદ તેમણે મને તેમની ફિલ્મમાં આવડત બતાવવાનો મોકો આપ્યો ત્યારબાદ આજે જે કંઈ છું, તમારી સામે છું.' તે પછી માધુરીએ કહ્યું કે કેવી રીતે તેને પોતાની કારકિર્દીની સુપરહિટ ફિલ્મ મળી તેણે કહ્યું, 'એન ચંદ્ર એક ફિલ્મ બનાવી રહ્યા હતા, તેથી તેમણે મને જોઈ અને કહ્યું કે મને મારી ફિલ્મમાં આ છોકરી જોઈએ છે. જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે મને તે ગમી. ફિલ્મનું ગીત સાંભળીને હું હસી પડી, પણ ‘એક દો તીન’.. ગીત સાંભળ્યા પછી મને લાગ્યું કે આ ગીત સુપરહિટ છે. આ ગીત પછી લોકો મને મોહિની તરીકે ઓળખવા લાગ્યા. આ ગીતને સરોજ ખાને કોરિયોગ્રાફ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્ષ 1988 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે અનિલ કપૂર, ચંકી પાંડે અને અનુપમ ખેર જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી 'રામ લખન' સહિત અન્ય ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.