ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ટેલિવિઝન ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી સુધા ચંદ્રને સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેણે PM નરેન્દ્ર મોદીને ટેગ કરીને ખાસ અપીલ પણ કરી છે. સુધા ચંદ્રને વરિષ્ઠ નાગરિકો માટે કાર્ડ આપવાની અપીલ કરી છે. તેણે આ એટલા માટે કહ્યું છે કે જેથી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે વરિષ્ઠ નાગરિકોને ઍરપૉર્ટ પર ચેકિંગ દરમિયાન વધુ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. સુધા ચંદ્રન ઇચ્છે છે કે સુરક્ષા કર્મચારીઓ ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તેને વારંવાર અટકાવે નહીં.
બાબત એ છે કે જ્યારે પણ સુધા ચંદ્રન ઍરપૉર્ટ પર જાય છે, ત્યારે તેને વારંવાર રોકવામાં આવે છે અને સુરક્ષા કર્મચારીઓ તેના કૃત્રિમ અંગને કાઢીને તેની તપાસ કરે છે. તમને જણાવી દઈએ કે સુધા ચંદ્રને એક માર્ગ અકસ્માતમાં પગ ગુમાવ્યા હતા. ત્યારથી તે કૃત્રિમ અંગની મદદથી ચાલે છે. સુધા ચંદ્રને કહ્યું કે કૃત્રિમ અંગ ખોલવાની પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક છે અને તે ઍરપૉર્ટ સત્તાવાળાઓને દર વખતે ETD (એક્સ્પ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર)નો ઉપયોગ કરવા વિનંતી કરે છે, પરંતુ કોઈ ફાયદો થયો નથી.
આમિર ખાન તેની ફટાકડાની જાહેરાત માટે થયો ટ્રૉલ, ભાજપના આ સાંસદે સાધ્યું નિશાન; જાણો વિગત
સુધા ચંદ્રને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વીડિયોમાં તે કહેતી જોવા મળે છે કે, "શુભ સાંજ, હું જે કહેવા જઈ રહી છું એ ખૂબ જ વ્યક્તિગત નોંધ છે. હું મારો મુદ્દો મારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જણાવવા માગું છું. હું આ અપીલ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને કરવા માગું છું. હું સુધા ચંદ્રન, વ્યાવસાયિક નૃત્યાંગના અને અભિનેત્રી છું. મેં કૃત્રિમ અંગની મદદથી નૃત્ય કર્યું અને ઇતિહાસ રચ્યો. મેં દેશને ગૌરવ અપાવ્યું છે. પરંતુ જ્યારે પણ હું વ્યાવસાયિક મુલાકાતો માટે ઍર ટ્રિપ પર જાઉં છું, ત્યારે દર વખતે મને ઍરપૉર્ટ પર રોકવામાં આવે છે. વીડિયોમાં તેણે આગળ કહ્યું, "અને જ્યારે હું સુરક્ષામાં તહેનાત CISF અધિકારીઓને વિનંતી કરું છું કે કૃપા કરીને ETD (એક્સ્પ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર)થી મારું કૃત્રિમ અંગ ચેક કરો, તો પણ તેઓ ઇચ્છે છે કે હું મારું કૃત્રિમ અંગ કાઢીને તેમને બતાવું. શું માનવીય રીતે શક્ય છે મોદીજી? શું આ આપણો દેશ છે? શું આપણા સમાજમાં એક સ્ત્રી બીજી સ્ત્રીને આદર આપે છે? મોદીજીને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને વરિષ્ઠ નાગરિકોને એક કાર્ડ આપો, જેમાં લખ્યું હોય કે તેઓ વરિષ્ઠ નાગરિકો છે. એમાં લખવું જોઈએ કે તેઓ સ્પેશિયલી ચૅલેન્જડ છે. તે ખૂબ જ શરમજનક છે કે હું એ જ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરું છું. ચંદ્રને કહ્યું કે તેમને દર વખતે ઍરપૉર્ટ સિક્યૉરિટીમાંથી પસાર થવું ગમતું નથી અને કેન્દ્ર સરકારને જલદી કાર્યવાહી કરવા વિનંતી કરી