News Continuous Bureau | Mumbai
Valentine day Sukesh-jacqueline: વેલેન્ટાઈન ડે એ પ્રેમીઓ નો દિવસ છે. આ દિવસે પ્રેમી કે પ્રેમિકા એક બીજા ને ભેટ આપી ને આ દિવસ ને સેલિબ્રેટ કરતા હોય છે આવી સ્થિતિ માં સુકેશ ચંદ્રશેખર પણ કેમ પાછળ રહે. સુકેશ ચંદ્રશેખર છેતરપિંડીના આરોપ માં જેલ માં છે તેમછતાં તેનો જેકલીન પ્રત્યે નો પ્રેમ ઓછો નથી થઇ રહ્યો. સુકેશ એ જેકલીન ને વેલેન્ટાઈન ડે પર એક ખાસ વસ્તુ ભેટ માં આપી છે જેની કિંમત કરોડો માં છે.
આ સમાચાર પણ વાંચો: Jio hotstar: વેલેન્ટાઈન ડે ના દિવસે લોન્ચ થયું જિયો હોટસ્ટાર, જાણો જિયો સિનેમા અને ડિઝની પ્લસ હોટસ્ટાર ના મર્જર થી દર્શકોને શું ખાસ મળશે
સુકેશ એ આપ્યું જેકલીન ને પ્રાઇવેટ જેટ
મીડિયા રિપોર્ટ મુજબ સુકેશ એ જેકલીનને વેલેન્ટાઈન ડે પર ભેટ માં કસ્ટમાઇઝ્ડ ગલ્ફસ્ટ્રીમ જેટ આપ્યું છે. ઉપરાંત, સુકેશ એ એક પત્ર પણ ભેટ માં આપ્યો છે જેમાં તેને લખ્યું છે કે, “આ વેલેન્ટાઇન ડે ખૂબ જ ખાસ છે કારણ કે આપણે આપણા જીવનના બાકીના વેલેન્ટાઇન ડે સાથે ઉજવવાથી ફક્ત થોડા પગલાં દૂર છીએ. બેબી, હું આગળ કંઈ કહું તે પહેલાં, હું કહેવા માંગુ છું કે જેકી, હું તને ખૂબ પ્રેમ કરું છું. તું આ દુનિયા ની શ્રેષ્ઠ વેલેન્ટાઇન છે, હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. તમે જાણો છો કે વેલેન્ટાઇન ડે અમારા માટે કેટલો ખાસ છે, કારણ કે આ દિવસે આપણા સંબંધોની શરૂઆત થઈ હતી.”
સુકેશે પત્ર માં આગળ લખ્યું કે, “આ એ દિવસ છે જ્યારે આપણે બંનેએ એકબીજાને સ્વીકાર્યા હતા, આ મારા જીવનનો સૌથી ખાસ દિવસ હશે. આજે વેલેન્ટાઇન ડે છે અને હું તમને ભેટ આપીને આશ્ચર્યચકિત કેવી રીતે ન કરી શકું – એક ગલ્ફસ્ટ્રીમ જેટ જેના પર તમારા નામના પહેલા અક્ષરો JF લખેલા છે.” આ સાથે આ પત્રમાં સુકેશે લખ્યું, “બેબી, તું હંમેશા તારા કામ માટે દુનિયાભરમાં ઉડાન ભરે છે, હવે આ જેટ સાથે તારી મુસાફરી ખૂબ જ સરળ થઈ જશે.”
