News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(Tarak Mehta Ka ooltah Chashma') આ દિવસોમાં ચર્ચામાં છે. છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોની પહેલી પસંદ રહ્યો છે. શોના મેકર્સ દરરોજ એક નવી સ્ટોરી લઈને આવે છે. શો સાથે સંકળાયેલા દરેક પાત્રની પોતપોતાની લોકપ્રિયતા છે. આ શોમાંથી એક તરફ જ્યાં કેટલાક પાત્રો એ આ શોને અલવિદા કહી દીધું છે, તો બીજી તરફ શોમાં નવા ચહેરાની એન્ટ્રી થઈ રહી છે. તાજેતરમાં જ નવા તારક મહેતાએ(Tarak Mehta) આ શોમાં એન્ટ્રી કરી છે. સચિન શ્રોફ(Sachin Shroff) નવા તારક મહેતાની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત હવે એવા સમાચાર છે કે શ્રીમતી પોપટલાલ(Mrs. Popatlal) પણ ગોકુલધામ સોસાયટીમાં જોવા મળવાની છે.
શોના આગામી એપિસોડમાં, ગોકુલધામ સોસાયટીમાં(Gokuldham Society) ગણેશ ચતુર્થીના(Ganesh Chaturthi) તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સોસાયટીમાં રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોમેડિયન સુગંધા મિશ્રા(Comedian Sugandha Mishra) આ રંગારંગ કાર્યક્રમને હોસ્ટ કરવા જઈ રહી છે. LET સ્ક્રીન પર ભારતના 20 મંદિરો બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સુગંધા મિશ્રા ગોકુલધામવાસીઓને આ મંદિરો ને લગતા પ્રશ્નો પૂછશે અને તેમણે જવાબ આપવાનો રહેશે. સુગંધાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : ટીવી જગત માં શોક ની લહેર- કુબૂલ હૈ ફેમ આ અભિનેત્રી નું 50 વર્ષ ની વયે થયું નિધન-પેરાલિસિસના હુમલા બાદ થી રહેતી હતી બીમાર
આ દરમિયાન શ્યામ પાઠકનો(Shyam Pathak) વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે શ્રીમતી પોપટલાલની એન્ટ્રી ગોકુલધામમાં થશે. આ વીડિયોમાં તારક મહેતા, બાપુજી, ભીડે અને પોપટલાલ જોવા મળે છે. વિડિયોમાં પોપટલાલે કહ્યું, ‘જેમ આસિત ભાઈએ તમને બધાને કહ્યું કે નવા પાત્રો આવવાના છે, તો સૌથી મહત્ત્વની છે શ્રીમતી પોપટલાલ. હું તમને આ આ કહી રહ્યો છું.’જો સુગંધા મિશ્રા મિસિસ પોપટલાલનું પાત્ર ભજવશે તો તેને આ ભૂમિકામાં જોવાની ખૂબ જ મજા આવશે. જોકે મેકર્સે હજુ સુધી તે સત્તાવાર જાહેર કર્યું નથી કે સુગંધા મિશ્રા જ શ્રીમતી પોપટલાલની ભૂમિકામાં જોવા મળશે.