Suhana Khan: શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન મુકાઈ મુશ્કેલીમાં, આ મામલે પોલીસમાં નોંધાઈ ફરિયાદ

Suhana Khan: સુહાના ખાન એ થોડા સમય પહેલા અલીબાગ માં ખેડૂત તરીકે જમીન ખરીદી હતી, હવે અલીબાગ તહસીલદાર પાસે તપાસની માંગ

by Zalak Parikh
Suhana Khan in Trouble Over Alibaug Land Deal, Police Complaint Filed

News Continuous Bureau | Mumbai 

Suhana Khan: શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં અલીબાગ માં જમીન ખરીદીના મામલે વિવાદમાં ફસાઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, સુહાનાએ થલ ગામમાં  12.91 કરોડની જમીન ખરીદી હતી, જે મૂળરૂપે ખેડૂત કોટા હેઠળ હતી. આ જમીન ત્રણ બહેનો પાસેથી ખરીદવામાં આવી હતી, જેમને તે વારસામાં મળી હતી. જમીન ખરીદતી વખતે રજિસ્ટર્ડ દસ્તાવેજોમાં સુહાનાને “ખેડૂત” તરીકે દર્શાવવામાં આવી હતી, જે હવે તપાસના ઘેરામાં છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai: બાપ્પા ની ભક્તિ માં લિન જોવા મળી ઐશ્વર્યા રાય, દીકરી આરાધ્યા સાથે લીધી ગણપતિ પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

તહસીલદાર પાસે માંગવામાં આવી નિષ્પક્ષ તપાસ

અલીબાગના રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટરે તહસીલદારને આ મામલે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવાની સૂચના આપી છે. જો જમીન ખરીદીમાં કોઈ ગેરકાયદેસર પ્રક્રિયા થઈ હોય, તો જમીન સરકારના હકમાં જઈ  શકે છે અને સુહાના સહિત સંબંધિત પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.આ જમીન “દેજા વુ ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ”ના નામે રજિસ્ટર કરવામાં આવી છે, જે ગૌરી ખાનની માતા અને ભાભી સાથે જોડાયેલી કંપની હોવાનું માનવામાં આવે છે. સુહાનાએ આ ડીલ માટે 77.46 લાખની સ્ટામ્પ ડ્યુટી પણ ચૂકવી હતી. એક વર્ષમાં સુહાનાએ 10 કરોડની બીજી પ્રોપર્ટી પણ ખરીદી છે, જે સમુદ્ર કિનારે આવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


સુહાના ખાન એ શાહરુખ ખાન ની દીકરી છે. સુહાના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું હતું, જે OTT પર રિલીઝ થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More