Site icon

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને સફેદ લહેંગામાં બતાવી કિલર સ્ટાઈલ, તસ્વીર જોઈ મા ગૌરીએ કરી આ કોમેન્ટ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01 માર્ચ  2022          

Join Our WhatsApp Community

મંગળવાર

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને વેસ્ટર્ન લુકમાં પોતાનો જાદુ ચલાવ્યો છે, પરંતુ પરંપરાગત પોશાકમાં પણ તે કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી. તાજેતરમાં, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પરંપરાગત પોશાકમાં સુહાનાની કેટલીક તસવીરો સામે આવી છે. સફેદ લહેંગા ચોલીમાં સુહાનાનો કોઈ જવાબ નથી. સુહાના આ ટ્રેડિશનલ આઉટફિટમાં ક્લાસ અને સ્ટાઈલ બંનેના પરફેક્ટ મિશ્રણ જેવી લાગે છે. 

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુહાના ખાનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુહાનાએ તેના પરંપરાગત અવતારથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સુહાના ખાનની આ તસવીરોની ખાસ વાત એ છે કે આમાં શાહરૂખ ખાનની પ્રિય ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના આઇકોનિક સીન 'પલટ'ને રિક્રિએટ કરતા જોવા મળે છે, જેના કારણે ફેન્સ સુહાનાના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ તસવીરોમાં સુહાના ખાને સફેદ રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પોશાક સાથે, સુહાનાએ મેચિંગ ઇયરિંગ્સ પહેરી છે અને હેર પોની સાથે હળવા મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો છે.

આ તસવીરો સાથે મનીષ મલ્હોત્રાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'સુહાના, ક્લાસિક વ્હાઇટ ચિકંકરી સાથે.' સુહાનાની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પોતાની દીકરી સુહાનાની આ તસવીરો પર કમેન્ટ કરતાં ગૌરી ખાને 'પ્યોર' લખ્યું છે. સાથે જ કોમેન્ટ કરતી વખતે સબા ખાને 'ગોર્જિયસ' લખ્યું છે. માત્ર 3 કલાકમાં આ તસવીરોને 67 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.

મળતી માહિતી મુજબ સુહાના ખાન ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. એવો દાવો કરવામાં આવે છે કે સુહાના ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ આર્ચીઝ' દ્વારા અભિનયની શરૂઆત કરશે. થોડા સમય પહેલા, સુહાના ઝોયા અખ્તરની ઓફિસની બહાર પણ જોવા મળી હતી, જેના કારણે તેના બોલિવૂડમાં પ્રવેશની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે બદલ્યા સુર, આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈ ને કહી આ વાત

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version