Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો…’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!

Suhana Khan on Colorism| ૧૨ વર્ષની ઉંમરથી જ ઘઉંવર્ણ રંગના કારણે તાણા સાંભળતી હતી સુહાના, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી બ્રાઉન સ્કીન કલર અંગે ઉઠાવ્યા હતા સવાલ.

by Zalak Parikh
Suhana Khan on Colorism| ‘મારા રંગ પર કમેન્ટ કરનારાઓ સાંભળી લો...’ જ્યારે ટ્રોલ્સ સામે સિંહણની જેમ ગર્જી હતી શાહરૂખની દીકરી!

 

News Continuous Bureau | Mumbai

Suhana Khan on Colorism| બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની દીકરી અને અભિનેત્રી સુહાના ખાન આજે પોતાના ગ્લેમરસ અંદાજ, ફેશન સેન્સ અને સુંદરતા માટે દુનિયાભરમાં જાણીતી છે. આજે તે પોતાના સ્ટાઇલિશ અવતારથી લાખો ફેન્સના દિલ જીતી લે છે, પરંતુ બાળપણમાં સુહાનાને પોતાના ઘઉંવર્ણ રંગના કારણે લોકોના ભારે ટોણા અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, સુહાના ખાને ક્યારેય ટ્રોલ્સની નકારાત્મક વાતોને પોતાના પર હાવી થવા દીધી ન હતી અને સોશિયલ મીડિયા પર આ રંગભેદ વિરૂદ્ધ ખુલીને અવાજ ઉઠાવ્યો હતો.

“હું મારા રંગના લીધે બદસૂરત છું એવું લોકો કહેતા હતા” – સુહાનાએ ભૂતકાળની આપવીતી જણાવી

બાળપણથી જ રંગભેદનો શિકાર બનેલી સુહાના ખાને થોડા વર્ષો પહેલા પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ટ્રોલ્સની જોરદાર ઝાટકણી કાઢી હતી. સુહાનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “આ સોશિયલ મીડિયા પર અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે અને આ તે મુદ્દાઓમાંથી એક છે જેને આપણે સુધારવાની ખૂબ જ જરૂર છે. આ વાત માત્ર મારા વિશે નથી, પરંતુ તે દરેક યુવાન છોકરા અને છોકરી વિશે છે જેઓ કોઈ પણ કારણ વગર નાનપણથી જ હીનતાની ભાવના (લઘુતાગ્રંથિ) સાથે મોટા થાય છે. જ્યારે હું માત્ર ૧૨ વર્ષની હતી, ત્યારે લોકો મને કહેતા હતા કે હું મારી ત્વચાના રંગના કારણે બદસૂરત દેખાવું છું.”

“આપણે બધા ભારતીયો મુખ્યત્વે ઘઉંવર્ણ કલર ના જ છીએ, તો આ ભેદભાવ કેમ?”

સુહાનાએ ભારતીય સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવતા વધુમાં લખ્યું હતું કે, “સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારની નકારાત્મક કોમેન્ટ્સ કરનારા લોકો પોતે ભારતીય છે, જ્યારે આપણે બધા જાણીએ છીએ કે આપણે ભારતીયો મુખ્યત્વે ઘઉંવર્ણ રંગના જ હોઈએ છીએ. મને ખૂબ જ દુઃખ થાય છે જ્યારે સોશિયલ મીડિયા, ભારતીય મેચમેકિંગ (લગ્નની જાહેરાતો) અથવા તો તમારો પોતાનો પરિવાર પણ તમને એવું માનવા માટે મજબૂર કરે છે કે જો તમારી હાઇટ ૫ ફૂટ ૭ ઇંચ નથી અથવા તમારો રંગ ગોરો નથી, તો તમે સુંદર નથી. હું પોતે ૫ ફૂટ ૩ ઇંચની છું અને મારો રંગ ઘઉંવર્ણ છે, તેમ છતાં હું મારા દેખાવથી ખૂબ ખુશ છું અને તમારે પણ ખુશ રહેવું જોઈએ.”

‘ધ આર્ચીઝ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી, હવે પિતા શાહરૂખ સાથે ફિલ્મ ‘કિંગ’ માં જોવા મળશે

સુહાના ખાનના પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો, વર્ષ ૨૦૧૯ માં તેણે ‘ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ નામની ૧૦ મિનિટની શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૩ માં રિલીઝ થયેલી નેટફ્લિક્સની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી તેણે બોલિવૂડમાં સત્તાવાર ડેબ્યુ કર્યું હતું. હવે સુહાના ખાન પોતાના પિતા શાહરૂખ ખાન સાથે બિગ બજેટ ફિલ્મ ‘કિંગ’દ્વારા થિયેટ્રિકલ ડેબ્યુ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ વર્ષ ૨૦૨૬ માં જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જેને લઈને સિનેમા જગતમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Shilpa Shinde Legal Trouble। શિલ્પા શિંદેની મુશ્કેલી વધી, પ્રોડ્યુસર પર ખોટા કેસની કબૂલાત બાદ ધરપકડની માંગ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More