Suhana on Shahrukh and Gauri: સુપરસ્ટારની દીકરી હોવા છતાં આટલી સાદગી! જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે સુહાના ખાન કોની લે છે સલાહ? કિંગ ખાનના લાડલીએ ખોલ્યું દિલ

Suhana on Shahrukh and Gauri: ‘પિતા આપે છે ઈમોશનલ સલાહ તો મમ્મી ગૌરી આપે છે પ્રેક્ટિકલ માર્ગદર્શન; ‘કિંગ’ દ્વારા મોટા પડદા પર એન્ટ્રી પહેલા સુહાનાએ અંગત જીવનના રહસ્યો ખોલ્યા

by Zalak Parikh
Suhana Khan opens up on bonding with Shah Rukh and Gauri

News Continuous Bureau | Mumbai

Suhana on Shahrukh and Gauri: શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અત્યારે તેની આગામી ફિલ્મ ‘કિંગ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં મીડિયા ને  આપેલા ઇન્ટરવ્યુમાં સુહાનાએ જણાવ્યું કે તે તેના માતા-પિતા સાથે ખૂબ જ મજબૂત બોન્ડિંગ ધરાવે છે. સુહાનાએ સ્વીકાર્યું કે જ્યારે પણ તે કોઈ મૂંઝવણમાં હોય અથવા તેને કોઈ નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી હોય, ત્યારે તે તેના માતા-પિતા પાસે જાય છે અને તેઓ જે નક્કી કરે તેને જ આખરી માને છે.સુહાનાએ તેના પિતા શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાનની સલાહમાં રહેલા તફાવત વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેના જીવનમાં બંનેનું મહત્વ અલગ-અલગ છે અને તે બંનેના મંતવ્યોને ખૂબ જ ગંભીરતાથી લે છે.

આ સમાચાર પણ વાંચો : Suhana Khan Rejection Story: જ્યારે સ્કૂલ પ્લેમાં રિજેક્ટ થતા ભાંગી પડી હતી સુહાના ખાન; સ્ટારડમ પાછળ છુપાયેલું છે કિંગ ખાનની પુત્રીનું આ દર્દ

શાહરૂખની ઈમોશનલ તો ગૌરીની પ્રેક્ટિકલ સલાહ

સુહાનાએ જણાવ્યું કે, “શાહરૂખ ખાન મને હંમેશા ભાવનાત્મક સલાહ આપે છે, જે મને માનસિક રીતે મજબૂત બનાવે છે. બીજી તરફ, મમ્મી ગૌરી હંમેશા મને પ્રેક્ટિકલ સલાહ આપે છે, જે મને વાસ્તવિકતા સાથે જોડેલી રાખે છે.” સુહાનાએ વધુમાં ઉમેર્યું કે તેના કરિયર સાથે જોડાયેલા તમામ મહત્વના નિર્ણયો પણ તેના માતા-પિતાની મંજૂરી બાદ જ લેવામાં આવે છે.


 પોતાના એક્ટિંગ પ્રત્યેના શોખ વિશે વાત કરતા સુહાનાએ કહ્યું કે, તેની સફર એક સાધારણ સ્કૂલ પ્લેથી શરૂ થઈ હતી. તે પ્લેમાં તેને મનગમતો રોલ મળ્યો ન હતો, અને તે જ ક્ષણે તેને અહેસાસ થયો કે તેને સ્ટેજ પર જવાની કેટલી તીવ્ર ઈચ્છા છે. હવે તે લોકોના મંતવ્યો પર ધ્યાન આપવાને બદલે માત્ર પોતાના કામ અને પર્ફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માને છે.સુહાના ખાન વર્ષ 2026 માં રિલીઝ થનારી ફિલ્મ ‘કિંગ’ દ્વારા સિનેમાઘરોમાં પ્રથમવાર જોવા મળશે. આ ફિલ્મમાં તે તેના પિતા શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More