News Continuous Bureau | Mumbai
Suhana khan: સુહાના ખાન ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે. હાલ સુહાના અને ફિલ્મ ધ આર્ચીઝ ની આખી ટિમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન સુહાનાએ નેશનલ એવોર્ડ માં આલિયા એ તેના લગ્ન ની સાડી રિપીટ કરવાને લઇ ને પોતાની પ્રતિક્રિયા આપી છે. જે હાલ સમાચાર માં છે.
સુહાના એ આલિયા ની સાડી પર આપી પ્રતિક્રિયા
સુહાનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, ‘આલિયાએ નેશનલ એવોર્ડ્સમાં તેના લગ્નની સાડી પહેરી હતી અને તેના દ્વારા દરેકને એક મહત્વપૂર્ણ સંદેશ મળ્યો હતો. જો આલિયા ભટ્ટ તેના લગ્નની સાડી ફરીથી પહેરી શકે છે તો આપણે બધા કેમ નહીં. આપણ ને હંમેશા નવા પોશાક ખરીદી ને પહેરવાની જરૂર નથી. આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ નવા વસ્ત્રો બનાવવાથી ઘણો બગાડ થાય છે અને તેની અસર આપણા પર્યાવરણને પણ થાય છે.’
KUDOS to #SuhanaKhan 👏🏼👏🏼👏🏼
Her message is strictly for those celebrities who shy away in wearing same outfit twice. Not for common people. Pointing outrightly positive thing. Commenting just for trolling her shows your IQ level to understand her point. She isn’t proving her… pic.twitter.com/gYgZF4hvTF
— Gaurang S Dave (@g0high0rg0h0me) November 29, 2023
સુહાના ખાન ની પ્રતિક્રિયા પર લોકો અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે પોતે કેટલા કપડાં રિપીટ કર્યા છે.’ તો ઘણા એ તેના વિચારો ના વખાણ પણ કર્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Suhana Khan: ધ આર્ચીઝ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાને કરી એવી હરકત કે થઇ ગઈ ટ્રોલ, લોકો એ અભિનેત્રી ના વાયરલ વિડીયો પર આપી આવી પ્રતિક્રિયા