News Continuous Bureau | Mumbai
Suhana khan: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી સિનેમા જગતમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે વેરોનિકા લોજનું પાત્ર ભજવતી જોવા મળશે. ખબર છે કે આ ફિલ્મ પ્રખ્યાત કોમિક બુક આર્ચીઝ પર આધારિત છે. તાજેતરમાં જ ફિલ્મ વિશેની વાતચીત દરમિયાન જ્યારે સુહાનાને પૂછવામાં આવ્યું કે જો ક્યારેય તેનો બોયફ્રેન્ડ ઓનલાઈન કોઈ અન્યનો સંપર્ક કરતો પકડાય તો તે શું કરશે?
સુહાના ખાને આપ્યો જવાબ
જવાબમાં સુહાના ખાને કહ્યું કે વેરોનિકા પાસે પહેલા થી જ છોકરાઓની લાંબી યાદી છે. જે તેની પાછળ છે. સુહાના ખાને ખુલાસો કર્યો કે વેરોનિકા (ફિલ્મમાં તેનું પાત્ર) આ બાબતો વિશે વધુ વિચારતી નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં તે તેનાથી તદ્દન વિપરીત છે. અભિનેત્રીએ જણાવ્યું કે જો આવી સ્થિતિ ઉભી થશે તો તે શું કરશે.સુહાનાએ કહ્યું, “હું તેને છોડી દઈશ કારણ કે હું એક એવી છોકરી છું જે એક વુમન મેન ના કોન્સેપટ માં વિશ્વાસ રાખે છે.” જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન અગસ્ત્ય નંદાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. જો કે હજુ સુધી કોઈ પરિવાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Jawan: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’નું નવું ગીત ‘નૉટ રમૈયા વસ્તાવૈયા’ થયું રિલીઝ, ગેંગ ગર્લ સાથે ઠુમકા લગાવતો જોવા મળ્યો કિંગ ખાન, જુઓ વિડિયો
ધ આર્ચીઝ ની સ્ટારકાસ્ટ
ફિલ્મ ‘ધ આર્ચીઝ’ વિશે વાત કરીએ તો, આ દ્વારા ઘણા પ્રખ્યાત ફિલ્મ પરિવારો ના બાળકો તેમની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે. ઝોયા અખ્તર નિર્દેશિત આ ફિલ્મમાં સુહાના ખાન ઉપરાંત અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ ડેબ્યૂ કરી રહી છે. ખુશી આ ફિલ્મમાં બેટી કૂપરનું પાત્ર ભજવતી જોવા મળશે. ફિલ્મમાં વેદાંગ રૈના, યુવરાજ મેંડા અને અદિતિ ડોટ પણ જોવા મળશે.