Site icon

સુકેશે આ રીતે કરી જેકલીન ફર્નાન્ડીઝ સાથે છેતરપિંડી, જેલમાંથી મોકલતો હતો ભેટ અને ચોકલેટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

 

ED એ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નિવેદન નોંધ્યું છે. અહેવાલો અનુસાર, જેકલીનને તપાસમાં સાક્ષી તરીકે લેવામાં આવી છે અને પીડિત તરીકે તેની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા સુકેશ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેના પર ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને આશરે 200 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. ઇડીના સૂત્રોના જણાવ્યા મુજબ, સુકેશે જેકલિનને તિહાર જેલમાંથી કોલર આઇડી સ્પૂફિંગ દ્વારા છેતર્યો હતો.

મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની સોમવારે પૂછપરછ કરવામાં આવી હતી. એક મીડિયા ના અહેવાલ મુજબ, ઈડીના સૂત્રોએ જણાવ્યું કે, સુકેશ ચંદ્રશેખરે પોતાની વાસ્તવિક ઓળખ છુપાવી હતી અને જેક્લીન સાથે સેલિબ્રિટી તરીકે વાત કરતો હતો. જેક્લીન જ્યારે સુકેશ પર વિશ્વાસ કરતી હતી ત્યારે તેણે જેક્લીનને ફૂલો અને ચોકલેટ મોકલવાનું શરૂ કર્યું હતું. ED અધિકારીઓને સુકેશના કોલ રેકોર્ડમાં જેકલીનને બે ડઝનથી વધુ કોલ આવ્યા હતા. આ આધારે તેઓ જેકલીન સાથે છેતરપિંડી પકડવામાં સફળ રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, સુકેશે તિહાર જેલમાંથી જ ઘણી વધુ પ્રખ્યાત મહિલા સેલેબ્સને નિશાન બનાવી હતી.

KBC 13 ના સ્પર્ધક હિમાની બુંડેલા 7 કરોડ રૂપિયા જીતી ના શકી, જાણો શું હતો 7 કરોડ રૂપિયાનો પ્રશ્ન અને તેનો સાચો જવાબ

સુકેશ પર એક ઉદ્યોગપતિ પાસેથી 200 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે. એટલું જ નહીં, તેના પર 20 ખંડણીના વધુ 20 કેસ છે. આશ્ચર્યની વાત એ છે કે સુકેશ તિહાર જેલની અંદરથી આ રેકેટ ચલાવતો હતો. ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલીન પણ કદાચ સુકેશનો શિકાર બની છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version